• દરેક વ્યક્તિને વેક્સીન અપાયા બાદ 30 મિનીટ સુધી ઓર્બ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા દેખાય છે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની રસીને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઓપરેશન ગાઈડલાઈન જાહેર કરી છે. તેના મુજબ, ભારતમાં કોરોના વેક્સીન (Corona Vaccine) આવ્યા બાદ એક દિવસમાં 100 લોકોને વેક્સીન આપવામાં આવશે. સરકારે ઉલ્લેખ કર્યો કે, લાભાર્થીઓની સંખ્યા 200 સુધી જઈ શકે છે. કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ અનુસાર, એક વેક્સીનેશન સાઈટ પર એક દિવસમાં વધુમાં વધુ 100 લાભાર્થીઓને વેક્સીન આપવાની આશા છે. પરંતુ જો કોઈ વેક્સીનેશન સેન્ટર પર પૂરતા લોજિસ્ટિક અને વેઈટિંગ રૂમ, ઓર્બ્ઝર્વેશન રૂમની સાથે ક્રાઉડ મેનેજમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે, તો ત્યાં વધુ એક વેક્સીનેશન ઓફિસર મૂકીને એક દિવસમાં 200 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. 


જો સેન્ટર પર પૂરતા લોજિસ્ટિક અને વેઈટિંગ રૂમની સુવિધા ન હોય તો એક દિવસમાં સેન્ટર પર માત્ર 100 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું કે, વાયરલ સંક્રમણને કારણે આવી ગયેલી મર્યાદાઓમાં માત્ર 13-14 લોકોને એક કલાકમાં અને એક દિવસમાં 100 લોકોને રસી આપવામાં આવશે.


આ પણ વાંચો : ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું 


સરકારે કહ્યું કે, કમ્યુનિટી હોલ અને મેકશિફ્ટ ટેન્ટનો ઉપયોગ વેક્સીનેશન માટે કરવામાં આવી શકે છે. દરેક વેક્સીનેશન સેન્ટરમાં પાંચ વેક્સીનેશન અધિકારી હાજર રહેશે, જેમાં એક સુરક્ષા ગાર્ડ અને ત્રણ રૂમ હશે. એક વેઈટિંગ રૂમ હશે. બીજો વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓર્બઝર્વેશન રૂમ હશે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાશે. 


દરેક વ્યક્તિને વેક્સીન અપાયા બાદ 30 મિનીટ સુધી ઓર્બ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જેમાં કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા દેખાય છે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.


સ્વાસ્થય મંત્રાલયે તાજેતરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કહ્યું કે, એક અનુમાન લગાવતા જલ્દી જ કોવિડ 19 વેક્સીન ઉપલબ્ધ થઈ શકે છે. ભારત સરકાર દેશમાં તેની શરૂઆતની તૈયારીઓ કરી રહી છે, જેથી ઉપબલ્ધ થથવા પર તેને તાત્કાલિક વપરાશમાં લઈ શકાય . આ દિશામાં કોવિડ 19 માટે વેક્સીન મેનેજમેન્ટ પર રાષ્ટ્રીય એક્સપર્ટ ટીમ (NEGVAC) મીલનો પત્થર સાબિત થઈ રહી છે. ભારતમાં COVID-19 વેક્સીન સંબંધિત તમામ મામલાઓ પર NEGVAC ગાઈડલાઈન આપી રહ્યું છે. 


જો કોઈ સેન્ટર પર 200 થી વધુ લોકોને એક સત્રની અંદર વેક્સીન આપવામાં આવવાનું નક્કી કરાય, તો 5 લોકોની ટીમ અલગથી તૈનાત કરવામાં આવશે. જેમાં એક વેક્સીનેટર ઓફિસર અને ચાર વેક્સીનેશન ઓફિસર સામેલ હશે. 


કેવી રીતે આપવામાં આવશે કોરોના વેક્સીન
ભારતમાં કોરોનાની વેક્સીન સૌથી પહેલા 1 કરોડ હેલ્થ વર્કર, 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર અને 50 વર્ષથી વધુ ઉંરના 26 કરોડ લોકોને આપવામાં આવશે. તેના બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના 1 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવશે, જેઓ કોઈ જૂની બીમારીથી ગ્રસ્ત છે.