નવી દિલ્હી/મુંબઈઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા રેકોર્ડ બની રહ્યાં છે. કોરોના સંક્રમણને રોકવા માટે કેજરીવાલ સરકારે ભરેલા દરેક પગલા છતાં રવિવારે રેકોર્ડ 10 હજાર 774 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 48 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી એક દિવસમાં આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. તો દેશના અન્ય મહાનગર મુંબઈની સ્થિતિ પર ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 9989 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ
ત્યારબાદ દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 7 લાખ 25 હજાર 197 થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 5158 લોકો સાજા થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ  1,14,288 ટેસ્ટ કરવામાં આવ્યા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. પોઝિટિવિટી રેટ 9.43% છે. 


છેલ્લા 24 કલાકમાં 48 દર્દીઓના મોત, 14 ડિસેમ્બર બાદ સૌથી વધુ મોત
(14 ડિસેમ્બરે 60 મોત થયા હતા, 11283 કુલ મોતનો આંકડો)


આ પણ વાંચોઃ Corona vaccination campaign: પંજાબ સરકારે સોનૂ સૂદને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, CM અમરિંદરે આપી શુભેચ્છા


34341 થઈ એક્ટિવ કેસની સંખ્યા
(29 નવેમ્બર 2020 બાદથી સૌથી મોટી સંખ્યા, 29 નવેમ્બરે હતા 35091 સક્રિટ દર્દી)


હોમ આઇસોલેશનનો આંકડો 17 હજારને પાર, 17,093 થઈ સંખ્યા


4.73 ટકા થયો સક્રિય કોરોના દર્દીઓનો દર


રિકવરી રેટ ઘટીને 93.7 ટકા


કોરોના ડેથ રેટ- 1.56 ટકા


મુંબઈમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લૉકડાઉન લાગૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે તો આજે મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો. અહીં છેલ્લા 24 કલાકમાં 9989 નવા કેસ સામે આવ્યા છે અને 58 લોકોના મૃત્યુ થયા છે. 


 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube