બ્રિક્સ સંમેલન આજથી શરૂ, વેપાર અને આતંકવાદના મુદ્દાઓ પર રહેશે PM મોદીનું ફોકસ
બ્રાજીલમાં આજે (13 નવેમ્બર)થી શરૂ થઇ રહેલી બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Prime Minister Narendra Modi) બ્રાજીલ પહોંચી ચૂક્યા છે. બ્રાજીલ રવાના થતાં પહેલાં મંગળવારે તેમણે કહ્યું કે તે વ્યાપક સહયોગના વિભિન્ન મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓની સાથે ચર્ચાને લઇને આશાન્વિત છે.
નવી દિલ્હી: બ્રાજીલમાં આજે (13 નવેમ્બર)થી શરૂ થઇ રહેલી બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Prime Minister Narendra Modi) બ્રાજીલ પહોંચી ચૂક્યા છે. બ્રાજીલ રવાના થતાં પહેલાં મંગળવારે તેમણે કહ્યું કે તે વ્યાપક સહયોગના વિભિન્ન મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓની સાથે ચર્ચાને લઇને આશાન્વિત છે. તેમણે કહ્યું કે તે બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર.એમ. બોલ્સનારોની સાથે ભારતીય-બ્રાજીલ રાજકીય ભાગીદારીને વધારવા પર તેમની સાથે ચર્ચા કરશે.
પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું 'હું આ વર્ષે 13 અને 14 નવેમ્બરના રોજ બ્રાજીલમાં થનાર બ્રિક્સ સંમેલનમાં ભાગ લઇશ. સંમેલનની થીમ 'નવાચાર ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ' છે. હું બ્રિક્સ નેતઓ સાથે વિવિધ વિષયો પર સહયોગના સંબંધમાં ચર્ચાને લઇને આશાન્વિત છું.''
બ્રાજીલની રાજધાની બ્રાસીલિયામાં આયોજિત થનાર આ સંમેલનમાં વડાપ્રધાનમંત્રી મોદીનું ફોકસ આતંકવાદ વિરોધી સહયોગ વધારવા પર રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube