શીખ ડ્રાઈવરને પોલીસે માર માર્યો, મુખર્જી નગરમાં હજારો લોકોએ કર્યો સ્ટેશનનો ઘેરાવો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. એક દિવસ પહેલા રીક્ષા ડ્રાઇવર સરબજીત અને તેના પુત્રને પોલીસે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે સોમવાર રાત્રે મોટી સંખ્યામાં લોકોએ આ ઘટનાના વિરોધમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...