નવી દિલ્હી: શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જનારા ભક્તો માટે ભારતીય રેલવે તરફથી આ નવરાત્રિમાં મોટી ભેટ આપવામાં આવી છે. દિલ્હીથી કટરા વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને 3 ઓક્ટોબરના રોજ ગૃહ મંત્રી અમિત શાહ લીલી ઝંડી દેખાડીને રવાના કરશે. પરંતુ મુસાફરો માટે આ ટ્રેનની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. રેલમંત્રી પીયુષ ગોયલે પણ ગત દિવસોમાં એક ટ્વીટ દ્વારા દિલ્હી કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ 5 ઓક્ટોબરના રોજથી દોડાવવામાં આવશે. 


ભાડાનું માળખું
ટ્રેન દિલ્હીથી સવારે 6 વાગે રવાના થશે અને બપોરે 2 વાગે  કટરા પહોંચશે. કટરાથી બપોરે 3 વાગે રવાના થશે અને રાતે 11 વાગે દિલ્હી પહોંચશે. 5 ઓક્ટોબરથી મુસાફરો આ ટ્રેનનો લ્હાવો લઈ શકે છે. ટ્રેનના  બુકિંગ માટે માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવી દિલ્હીથી કટરા વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનનું ભાડું પણ જાહેર થઈ ગયું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...