નવી દિલ્હી/ચંડીગઢ: પંજાબના હુસૈનીવાલામાં બુધવારે એક ફ્લાયઓવર પર પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો ફસાયેલો રહ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આ બધા વચ્ચે ભારતીય કિસાન યુનિયન (BKU) ક્રાંતિકારીઓનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર લાગેલા પીએમ મોદીના પોસ્ટર્સ ફાડતા જોવા મળી રહ્યા છે. પંજાબ સરકારે જો કે આ મામલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની સુરક્ષા સાથે ષડયંત્રના પુરાવા
પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક પર સીએમ ચરણજીત સિંહ ચન્નીના દાવાનો પોલ ખોલતા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોસ્ટર ફાડતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પ્રદર્શનકારીઓને પહેલેથી ખબર હતી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થવાનો છે. 


પંજાબ સરકારે તપાસ માટે કમિટી બનાવી
પંજાબ સરકારે પીએમ મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી ચૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. સમિતિમાં રિટાયર્ડ જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા સામેલ હશે. કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube