કેબિનેટ વિસ્તરણ પહેલા જબરદસ્ત ઉથલપાથલ, કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને બનાવાયા રાજ્યપાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 8 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 8 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત બન્યા કર્ણાટકના રાજ્યપાલ
રાજસ્થાનથી આવતા દલિત નેતા અને કેન્દ્રમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 73 વર્ષના થાવરચંદ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદથી સતત તેમની કેબિનેટમાં સામેલ રહ્યા છે.
આ રાજ્યોમાં પણ રાજ્યપાલ બદલાયા
નવસારીના મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.હરિ બાબુ કંભામપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્વારા થયેલી અન્ય નિમણૂંક મુજબ પી.એસ.શ્રીધરન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અગાઉ તેઓ મિઝોરમના રાજ્યપાલ હતા. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને હવે ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડના રાજ્યપાલ બનાવી દેવાયા છે.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની ટ્રાન્સફરી કરીને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
8 જુલાઈ સુધીમાં થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ (Modi Cabinet expansion) આ અઠવાડિયે કરાશે અને 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 8 જુલાઈ સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ છે અને વિસ્તરણ બાદ 81 સભ્ય થઈ શકે છે.
આ નામ ચર્ચામાં
નોંધનીય છે કે સંભવિત મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, અને સર્બાનંદ સોનોવાલના નામ પ્રમુખ છે. જ્યારે યુપીમાં આગામી વર્ષે ચૂંટણી છે જેને ધ્યાનમાં રાખીને મોદી મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશથી 3 સંચાર મંત્રી સામેલ કરાશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
મંત્રીમંડળમાં બિહારના બેથી 3 નેતાઓને સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ, અને એલજેપીમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે. કેબિનેટમાં મધ્ય પ્રદેશથી એક થી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રથી એક કે બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં નારાયણ રાણેનું નામ સામેલ છે.
Cabinet Expansion પહેલા થનારી મહત્વની બેઠક રદ, PM મોદી સાથે અનેક મંત્રીઓ ચર્ચામાં થવાના હતા સામેલ
કેબિનેટમાં જમ્મુ-કાશ્મીર અને લદાખથી એક એક મંત્રીને જગ્યા મળી શકે છે. રાજસ્થાનથી પણ મોદી કેબિનેટમાં એક મંત્રીને સામેલ કરવામાં આવી શકે છે. અસમથી એક કે બે મંત્રી સામેલ થઈ શકે છે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું નામ સૌથી આગળ છે. બંગાળથી બે નેતાઓને જગ્યા મળી શકે છે. જેમાં ભીજપના સાંસદ શાંતનુ ઠાકુર અને નિસિથ પ્રમાણિકના નામ આગળ છે. આ ઉપરાંત ઓડિશાથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube