નિર્ભયાના દોષિતોના કોઈ પેંતરા હવે નહીં ચાલે, આજે નક્કી થઈ જશે ફાંસીની તારીખ અને સમય
નિર્ભયાના દોષિતોના મોતની તારીખ અને સમય આજે નક્કી થઈ જશે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ બહાર પાડવાની તિહાડ જેલની અરજી પર દોષિતોને નોટિસ પાઠવી છે. આ મામલે કોર્ટ આજે બપોરે 2 વાગે સુનાવણી હાથ ધરશે. હવે જે ડેથ વોટન્ટ બહાર પડશે તે અંતિમ હશે.
નવી દિલ્હી: નિર્ભયાના દોષિતોના મોતની તારીખ અને સમય આજે નક્કી થઈ જશે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ બહાર પાડવાની તિહાડ જેલની અરજી પર દોષિતોને નોટિસ પાઠવી છે. આ મામલે કોર્ટ આજે બપોરે 2 વાગે સુનાવણી હાથ ધરશે. હવે જે ડેથ વોટન્ટ બહાર પડશે તે અંતિમ હશે.
નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ
આ અગાઉ નિર્ભયા મામલે દોષિત પવન ગુપ્તાની દયા અરજીને રાષ્ટ્રપતિએ બુધવારે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટમાંથી પવનની ક્યુરેટિવ અરજી સોમવારે જ નકારી કાઢવામાં આવી હતી. આ સાથે જ ચારેય દોષિતોની અપીલ, પુર્નવિચાર અરજી, ક્યુરેટિવ પિટિશન અને દયા અરજીના વિકલ્પો સમાપ્ત થઈ ચૂક્યા છે. એટલે કે હવે આ ચારેય દોષિતોના તમામ કાયદાકીય અધિકારોનો ઉપયોગ થઈ ગયો છે અને હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
પટિયાલા હાઉસ ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ ચારેય દોષિતો મુકેશકુમાર સિંહ, પવન, વિનય અને અક્ષયકુમાર વિરુદ્ધ 3 માર્ચના રોજ ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ બહાર પાડ્યું હતું. પરંતુ પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોવાના કારણે ટ્રાયલ કોર્ટે ડેથ વોરન્ટ રદ કરવું પડ્યું હતું. હવે ટ્રાયલ કોર્ટ આ કેસમાં આજે નવું ડેથ વોરન્ટ બહાર પાડશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...