New IT rule: કેન્દ્ર સરકારના આદેશો વિરૂદ્ધ હાઇકોર્ટ પહોંચ્યું ટ્વિટર, લગાવ્યો આ આરોપ
કેન્દ્ર સરકારના કેટલાક આદેશો વિરૂદ્ધ ટ્વિટરે કર્ણાટક હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કંપનીએ કંન્ટેંટને લઇને સરકારના કેટલાક આદેશોને પરત લેવાની માંગ ઉઠાવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર સૂત્રોએ કહ્યું કે ટ્વિટરે અધિકારીઓ દ્રારા સત્તાનો દુરઉપયોગ ગણાવતાં કાયદકીય પડકાર ફેંક્યો છે.
Twitter Moves High Court: કેન્દ્ર સરકારના કેટલાક આદેશો વિરૂદ્ધ ટ્વિટરે કર્ણાટક હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કંપનીએ કંન્ટેંટને લઇને સરકારના કેટલાક આદેશોને પરત લેવાની માંગ ઉઠાવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર સૂત્રોએ કહ્યું કે ટ્વિટરે અધિકારીઓ દ્રારા સત્તાનો દુરઉપયોગ ગણાવતાં કાયદકીય પડકાર ફેંક્યો છે.
આ પહેલાં સોમવારે સૂત્રોએ જણાવ્યું હતું હતું ટ્વિટરે ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી મંત્રાલય (મેઇટી) દ્રારા 27 જૂને જાહેર અંતિમ નોટીસનું પાલન કર્યું છે. મંત્રાલયે ટ્વિટર માટે માટે તેની સમયસીમા ચાર જુલાઇ સુધી નક્કી કરી હતી. જો આમ ન કરી શકી તો મધ્યવર્તીનો દરજ્જો ગુમાવી શકતી હતી. એવામાં તેના મંચ પર નાખવામાં આવેલી તમામ ટિપ્પણીઓ માટે તે જવાબદાર હોત.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube