નવી દિલ્હી : ઓટો દિગ્ગજ મારુતી સુઝુકી પોતાની નવી ALTOને અપડેટની સાથે ભારતીય બજારમાં ઉતારવા જઇ રહી છે. રિપોર્ટ્સ અનુસાર નવી Maruti Altoને ભારતીય બજારમાં 2019ના અંત સુધી લોન્ચ કરી દેવામાં આવશે. નવી Maruti Alto 2019ના અંત સુધીમાં ફેરફારો સાથે લોન્ચ થઇ શકે છે. જો કે ડિઝાઇન, નવા ફીચર્સ અને એક્સટીરિયર - ઇન્ટીરિયરમાં અપડેટ્સ સાથે જોવા મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતી સુઝુકીનાં અધિકારીઓ અનુસાર આ હેચબેકને અપકમિંગ સેફ્ટી અને એમિશન નૉર્મ્સ અનુસાર અપડેટ કરવામાં આવશે. એટલે કે આ કારમાં BS-VI એન્જીન અને લેટેસ્ટ ક્રેશ ટેસ્ટ નૉર્મ્સ અનુસાર એડિશનલ સેફ્ટી ફિચર્સ આપવામાં આવશે. મારુતી સુઝુકીનાં એમડી કેનિચી અયુકાવાએ કહ્યું કે, હાલની અલ્ટો હવે જુની થઇ ચુકી છે અને હવે તેને અપગ્રેડ કરવી પડશે. 

આ મુદ્દે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, Maruti Alto હેચબેકમાં નજીકની પ્રતિદ્વંદી Renault Kwid છે, જો પોતાની SUV જેવી ડિઝાઇનનાં કારણે બજારમાં પ્રખ્યાત થતી જઇ રહી છે. મારુતી Altoને બે એન્જીન ઓપ્શનમાં આવે છે. 800 CC અને 1.0 લીટર યૂનિટમાં છે. 

800 cc થ્રી સિલિન્ડર એન્જીન 48 bhpનો પાવર અને 69Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે, બીજી તરફ 1.0 લીટર યૂનિટ 67 bhpનો પાવર અને 90 Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. બંન્ને એન્જીન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. મોટા 1.0 લીટર યૂનિટની સાથે ઓપ્શનAGS (ઓટો ગિયર શિફ્ટ) ટ્રાન્સમિશન પણ આપવામાં આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મારુતી સુઝુકી પોતાની બહુપ્રતિક્ષિત નવી Wagon Rને લોન્ચ કરી ચુક્યું છે. આ કારની શરૂઆત કિંમત 4.19 લાખ રૂપિયા (એક્સ- શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. કારને અનેક નવા અપડેટ્સ અને પરિવર્તન સાથે ઉતારવામાં આવી છે. આ કાર જુના ટોલબોય ડિઝાઇનને આગળ વધારવામાં આવી છે. જો કે હવે કેટલાક કવર્સ પણ અહીં જોવા મળશે. સાથે જ અહીં કારનાં ઇન્ટીરિયર અને એક્સટીરિયરમાં પણ પુરતી માત્રામાં પરિવર્તનો કરવામાં આવ્યા છે. 2019 Wagon R કંપનીનાં નવા  Heartect પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. 

ખાસ વાત છે કે આ વખતે કારમાં નવું 1.2 લીટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન અપાયું છે. જે 83 PSનો પાવર અને 113 Nmનું પિક ટોર્ક જનરેટ કરે છે, જો કે આ એન્જિન મારુતી માટે નવુ નથી. આ યૂનિટને કંપની Ignis, Swift, Dzire અને Balenoમાં પણ આવે છે. જો કે તે નવુ એન્જિન માત્ર ટોપ વેરિયંટ-V અને Zમાં મળશે.