નવી દિલ્હી : ઇન્ડિયન આર્મીએ વર્ષોની ચર્ચા પછી હથિયા અને ટેંકોના દારૂગોળાનું સ્વદેશી ઉત્પાદન કરવા માટે 15,000 કરોડ રૂ.ના એક પ્રોજેક્ટને આખરે અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ પગલાનો હેતુ દારૂગોળાની આયાતમાં થતા વિલંબ અને એનો જથ્થો ઘટવાની સમસ્યાને ઉકેલવાનો છે. આ દારૂગોળાનો જથ્થો ઘટવાની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં છે અને હવે સરકાર આના ઉકેલ માટે ગંભીર પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજારો કરોડો રૂ.નું દેવું ઉતારવા અનિલ અંબાણીએ ભર્યું મોટું પગલું, લાગ્યો છે મોટો ઝટકો


મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટમાં 11 ખાનગી કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે જેના પગર આર્મી અને રક્ષા મંત્રાલયના ટોચના અધિકારીઓનો કંટ્રોલ રહેશે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય દારૂગોળાનું સ્વદેશીકરણ છે. આના પગલે મોટા હથિ્યારોનો જથ્થો તૈયાર કરાશે જેની મદદથી 30 દિવસ સુધી યુદ્ધ લડી શકાશે. આના કારણે લાંબાગાળે આયાત પરની નિર્ભરતા પણ ઘટાડી શકાશે.
 


આ પ્રોજેક્ટમાં શામેલ એક ટોચના અધિકારીએ માહિતી આપી છે કે એનો કુલ ખર્ચ 15,000 કરોડ રૂ. છે અને દારૂગોળાના ઉત્પાદનના સંદર્ભમાં આવતા 10 વર્ષનો ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કામાં રોકેટ, હવાઈ સુરક્ષા પ્રણાલી, તોપ, ટેન્ક, ગ્રેનેડ લોન્ચર અને બીજા સાદા દારૂગોળાનું ઉત્પાદન કરવામાં આવશે. 


કેગના રિપોર્ટ અનુસાર હાલના કોઇ સંજોગોમાં યુદ્ધ જાહેર થાય તો સૈન્ય પાસે 10 દિવસ પણ ચાલે એટલો શસ્ત્રનો જથ્થો નથી. 70 ટકા ટેન્ક અને દારૂગોળાના ભંડાર દસ દિવસમાં ખૂટી જાય એમ છે. નિયામાનુસાર કોઇ પણ યુદ્ધને પહોંચી વળવા માટે 40 દિવસ ચાલે એટલો શસ્ત્ર જથ્થો હોવો જોઇએ. ત્રણ વર્ષ બાદ પણ જંગ માટે તૈયાર હોવા જોઇએ એ શસ્ત્રના જથ્થામાં કોઇ સુધારો થયો નથી. માર્ચ 2013 બાદ સૈન્યના કારતૂસ અને દારૂગોળાની ગુણવત્તામાં કોઇ સુધારો થયો નથી. ગત વર્ષ મે 2015માં પણ કેગે સૈન્યના શસ્ત્ર જથ્થાની વિગતવાર માહિતી સંસદમાં રજૂ કરી હતી.