નવી દિલ્હીઃ RBIના ગવર્નર પદ પરથી સોમવારે સાંજે ઉર્જિત પટેલના રાજીનામા બાદ સરકાર મંગલવારે સાંજ સુધીમાં કેન્દ્રીય બેન્કના નવા ગવર્નરના નામની જાહેરાત કરી શકે છે. નાણા સચિવ અજય નારાયણ ઝાએ આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે અંગત કારણોસર સોમવારે અચાનક તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિદેશક મંડળની બેઠકના 4 દિવસ પહેલા રાજીનામું 
ઉર્જિત પટેલ 1990 પછી પ્રથમ વખત એવા ગવર્નર છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં રાજીનામું આપી દીધું છે. ઉર્જિત પટેલે RBI નિદેશખ મંડળની મહત્વની બેઠક પર માત્ર 4 દિવસ પહેલા જ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે RBIની સ્વયત્તતા અંગે છેલ્લા કેટલાક સમયથી તણાવ બન્યો હતો. એવું મનાય છે કે, નિદેશક મંડળની બેઠકને ટાળી શકાય એમ છે, કેમ કે અત્યારે ગવર્નર પદ ખાલી છે. 


સરકાર તરફથી સાંજ સુધી થશે જાહેરાત 
મીડિયા સાથે ચર્ચા કરતા નાણા સચિવ અજય નારાયણ ઝાએ જણાવ્યું કે, RBIના સંદર્ભમાં સરકાર તરફથી સાંજ સુધી કોઈ જાહેરાત થઈ શકે છે. નવા ગવર્નરની નિમણૂક કરવામાં સમય લાગી શકે છે. જોકે, એવું અનુમાન છે કે સરકાર અત્યારે વચગાળાના ઉકેલ તરીકે કોઈને જવાબદારી સોંપી શકે છે. આવી સ્થિતીમાં RBIના નંબર-2ને જવાબદારી મળી શકે છે. જોકે, નંબર-2ની પોઝિશન પર વિરલ આચાર્ય છે. 


ત્રીજા વરિષ્ઠ અધિકારીને મળી શકે જવાબદારી
વિરલ આચાર્યના નિવેદન બાદ જ સરાકર અને RBI વચ્ચે સામ-સામે નિવેદનબાજી શરૂ થઈ હતી. આથી કદાચ તેમને આ જવાબદારી ન મળે. જો વિરલ આચાર્યને આ જવાબદારી આપવામાં ન આવે ત્રીજા સૌથી વરિષ્ઠ અધઇકારીને ઉર્જિત પટેલની જવાબદારી આપવામાં આવે તેમ છે. 


ઉર્જિતનું સ્થાન લેવામાં આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનું પણ નામ છે. શક્તિકાંત દાસનું નામ એટલા માટે આગળ છે, કેમ કે કેન્દ્રિય આર્થિક બાબતોના સચિવ તરીકે શક્તિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે.