Monkeypox: વિશ્વના અનેક દેશોમાં ફફડાટ! ભારતમાં ટેસ્ટ માટે લોન્ચ કરાયું RT-PCR, ઘરે બેસીને કરી શકશો તમારો ટેસ્ટ
Monkeypox New Testing Kit: ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી. પરંતુ તેનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ રાજ્યોને આ રોગના લક્ષણો શેર કરીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
Monkeypox New Testing Kit: કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું બાદ ફરી એકવાર ખતરનાક વાયરસે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. આ વાયરસ બીજો કોઈ નહીં પણ મંકીપોક્સ છે. આ વાયરસે સામાન્ય લોકો અને અનેક દેશોની સરકારોની ચિંતા વધારી દીધી છે.
જો કે, સદ્દભાગ્યે ભારતમાં હજુ સુધી આ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ સરકારે તેનાથી બચાવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અગ્રણી ભારતીય કંપનીએ આ રોગના પરીક્ષણ માટે નવી RT-PCR કીટ લોન્ચ કરી દીધી છે. જેણા કારણે લોકો ઘરે બેઠા ટેસ્ટ કરીને જાણી શકશે કે તેમણે આ વાયરસના લક્ષણો છે કે નહીં.
Mosque Survey Demand: શું દેશની તમામ જૂની મસ્જિદોનો સર્વે થવો જોઈએ? સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
ભારતમાં હજુ સુધી કોઈ કેસ નથી
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી. પરંતુ તેનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ રાજ્યોને આ રોગના લક્ષણો શેર કરીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે RT-PCR કીટ વિકસાવી છે જે મંકીપોક્સના રીઅલ-ટાઇમ રિપોર્ટ્સ આપે છે. આ કીટનો ઉપયોગ કરીને એ જાણી શકાશે કે દર્દીમાં ઓર્થોપોક્સ વાયરસ એટલે કે મંકીપોક્સના લક્ષણો છે કે નહીં. રિપોર્ટ અનુસાર, Trivitron Healthcareની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમે આ RT-PCR કીટ બનાવી છે. આ કિટ 4 રંગોમાં બનાવવામાં આવી છે અને દરેક રંગમાં એક ખાસ પ્રકારની ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ એક જ સિંગલ ટ્યુબમાં સ્વેબ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ ટેસ્ટમાં શીતળા એટલે કે ચેચક અને મંકીપોક્સ વિશે પણ સરળતાથી જાણી શકાશે. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર 1 કલાકનો સમય લાગશે.
29 દેશોમાં દર્દીઓ મળી આવ્યા છે
તમને જણાવી દઈએ કે બ્રિટન, જર્મની, ઈટાલી સહિત વિશ્વના લગભગ 29 દેશોમાં આ રોગના દર્દીઓ મળી આવ્યા છે. આ રોગમાં શરીર પર શીતળાની જેમ ફોલ્લીઓ થાય છે. અત્યાર સુધી આ રોગના કારણે એક પણ દર્દીના મૃત્યુનો કેસ નોંધાયો નથી, પરંતુ રોગચાળાના ચેપને કારણે લોકોમાં ભયનો માહોલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube