નવી દિલ્હી: મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અનેક રાજ્યોના રાજ્યપાલ બદલાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 પ્રદેશોમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરી છે. જેમાં નવસારીના મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે
મંગુભાઈ છગનભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ નવસારીના પાંચ ટર્મ અને ગણદેવીના એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. મંગુભાઈ પટેલ વિધાનસભા અધ્યક્ષ પણ રહ્યા હતા. 


મંત્રી થાવરચંદ ગેહલોત બન્યા કર્ણાટકના રાજ્યપાલ
આ ઉપરાંત મંત્રીમંડળમાં વિસ્તરણ પહેલા રાજસ્થાનથી આવતા દલિત નેતા અને કેન્દ્રમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.હરિ બાબુ કંભામપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 


રાષ્ટ્રપતિ દ્વારા થયેલી અન્ય નિમણૂંક મુજબ પી.એસ.શ્રીધરન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અગાઉ તેઓ મિઝોરમના રાજ્યપાલ હતા. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને હવે ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.  જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડના રાજ્યપાલ બનાવી દેવાયા છે. 


હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની ટ્રાન્સફરી કરીને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube