નવી દિલ્હી : સરકારે કાશ્મીરમાં આતંકવાદ પર મોટો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. સમાચાર એજન્સી એએનઆઇના સુત્રોના હવાલાથી જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે હાલમાં જ એક નવો ટેરર મોનિટરિંગ ગ્રુપ (ટીએમજી)નું નિર્માણ કર્યું છે. જમ્મુ કાશ્મીર સીઆઇડીના એડિશનલ ડીજીપીને આ ગ્રુપના ચેરમેન  બનાવવામાં આવ્યા છે. સુત્રોનું કહેવું છે કે ટીએમજીમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, પ્રવર્તન નિર્દેશાલયનાં સભ્યો પણ પ્રતિનિધિ તરીકે પણ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાએ નમતુ જોખ્યું, ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી તમામ માંગણીઓ સ્વિકારી


અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
સુત્રોનું કહેવું છે કે ટીએમજીને ખીણમાં સક્રિય ભુમિકા નિભાવવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે જ બાકીની તમામ એજન્સીઓની તરફથી થયેલી કાર્યવાહીની માહિતી પણ ટીએમજીને આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ટીએમસીની કાર્યવાહીથી ખીણમાં આતંકવાદીઓની આર્થિક મદદ કરનારાઓને મોટો ઝટકો લાગી શકે છે. 


મમતા બેનર્જીને રાજ્યપાલની સલાહ, ડોક્ટર્સની સુરક્ષા માટે ઉઠાવો તત્કાલ પગલા
AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના પ્રમુખ
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીનો પદ સંભાળતા જ અમિત શાહે સૌથી પહેલા જમ્મુ કાશ્મીરની માહિતી લીધી. ચૂંટણી દરમિયાન કાશ્મીરના સંબંધમાં પોતાનાં નિવેદનનાં કારણે માનવામાં આવી રહ્યું છે કે, શાહ કાશ્મીરમાં મોટી કાર્યવાહીનાં મુડમાં છે. જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલે 4 જુને શાહને મળીને તેમને જમ્મુ કાશ્મીરની સ્થિતીથી અવગત કરાવ્યા છે. આ બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા અને તૈયારીઓ અંગે પણ ચર્ચા થઇ હતી.