મહારાષ્ટ્રમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું જ છે, ઝડપથી બદલાઈ રહી છે `નંબર ગેમ`ની બાજી
મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો પળેપળ બદલાઈ રહ્યાં છે. શિવસેના, કોંગ્રેસ, એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ પણ અરજીની સુનાવણી માટે સમય નક્કી કર્યો નથી. સવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે બાજી ભાજપના હાથમાં જોવા મળી પરંતુ સાંજ પડતા તો તસવીર બદલાવવા લાગી.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સમીકરણો પળેપળ બદલાઈ રહ્યાં છે. શિવસેના(Shivsena), કોંગ્રેસ(Congress), એનસીપી(NCP)એ સુપ્રીમ કોર્ટમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ પણ અરજીની સુનાવણી માટે સમય નક્કી કર્યો નથી. સવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે બાજી ભાજપ(BJP)ના હાથમાં જોવા મળી પરંતુ સાંજ પડતા તો તસવીર બદલાવવા લાગી. આ બદલાતી તસવીર એનસીપી અને શિવસેનાની બેઠક બાદ જોવા મળી. એનસીપીની બેઠકમાં પાર્ટીના 54માંથી 50 ધારાસભ્યો હાજર રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
અજિત પવાર પર NCPની મોટી કાર્યવાહી, વિધાયક દળના નેતા પદેથી હકાલપટ્ટી
એટલે તેનો અર્થ એ થયો કે અજિત પવાર સાથે હવે માત્ર ત્રણ વિધાયકો જ છે. શરદ પવાર પોતાના વિધાયકોને ફરીથી પોતાની સાથે જોડવામાં સફળ થયા એવું અત્યારે દેખાઈ રહ્યું છે. આ બાજુ પરેશાન અજિત પવાર એનસીપીની મીટિંગની પળેપળની અપડેટ લેતા રહ્યાં અને બીજા વિધાયકો જોડે પણ સંપર્ક કરતા રહ્યાં. જો કે અજિત પવારે તેમને મનાવવા ગયેલા એનસીપી નેતાઓને સ્પષ્ટ કહી દીધુ કે તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં. એનસીપીએ અજિત પવાર પર હવે મોટી કાર્યવાહી પણ કરી નાખી છે. અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દીધા છે અને જયંત પાટિલને એનસીપીના હાલ વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યાં છે. તેમને સંપૂર્ણ બંધારણીય અધિકારો સોંપ્યા છે.
મહારાષ્ટ્રમાં જબરદસ્ત ઉથલપાથલ, કાળઝાળ થયેલા શિવસેના-NCP અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટને શરણે
એનસીપીની બેઠકમાં ધનંજય મુંડે પણ ભાગ લેવા માટે પહોંચ્યાં. મુંડેએ જ અજિત પવાર સાથે વિધાયકોને પોતાના પક્ષમાં અને ભાજપના સમર્થન માટે તૈયાર કર્યાં હતાં. હવે મુંડે એનસીપીની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા. મુંડે અજિત પવારના ખાસ હોવાનું કહેવાય છે. તેમના પીએ ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતાં. મહારાષ્ટ્રના પરાલી વિસ્તારથી તેઓ ચૂંટાઈને આવ્યાં છે. તેમણે ભાજપના ધાકડ નેતા ગણાતા અને પોતાની કાકાની બહેન પંકજા મુંડેને ચૂંટણીમાં હરાવ્યાં હતાં.
NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'
બીજી મહત્વની બેઠક શિવસેનાની થઈ જેમાં પાર્ટીના પૂરેપૂરા 56 ધારાસભ્યો ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. એટલું જ નહીં આ સિવાય 4 અપક્ષ ધારાસભ્યોએ પણ શિવસેનાની બેઠકમાં ભાગ લીધો. ઉદ્ધવ ઠાકરેએ 56 શિવસેનાના અને 4 અપક્ષ ધારાસભ્યની સાથે લલિત હોટલમાં બેઠક કરી હતી. શિવસેનાએ 162 વિધાયકોના સમર્થનનો દાવો કર્યો છે. ભાજપ 173 વિધાયકોના સમર્થનનો દાવો કરી રહો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube