નવી દિલ્હી : મોદી સરકારે સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓને નવા વર્ષની ગીફ્ટ આપી છે. 1964ના સમુદ્રી તોફાનમાં વહી ચુકેલ ધનુષકોડી રેલ લાઇનને ફરીથી નિર્માણ કરવા માટેના પ્રોજેક્ટને મંજુરી આપી દીધી છે. આ વર્ષે તોફાનમાં એક ટ્રેન પણ વહી ગઇ હતી અને સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. જો કે ધનુષકોટી રેલવે સ્ટેશન હજી પણ હાજર છે. આ રેલ લાઇન રામેશ્વરમથી ધનુષકોડી સુધી 18 કિલોમીટર સુધી ફેલાયેલી હતી. રામ સેતુના એડમ્સ બ્રિજનાં નામથી પણ જાણીતું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજીને પોતાના ગણીને મુસલમાન બની ગયા શ્રીરામના વંશજ: ગિરિરાજ સિંહ...

ભારતીય રેલવેએ નિશ્ચિત કર્યું છે કે રામસેતુ સુધી રામભક્ત પહોંચી શકે, એટલા માટે 18 કિલોમીટરનાં હિસ્સામાં નવી રેલ બનાવવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ધનુષકોટીથી જ રામસેતુ શરૂ થઇ જાય છે અને તેની આગળ શ્રીલંકાના તલાઇ મન્નારનું ક્ષેત્ર છે. આશરે 208 કરોડ રૂપિયાનાં ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થશે જેને રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ મંજુરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ જો કે ખુબ જ ઓછો છો એટલા માટે તેને કેબિનેટમાં મોકલવાની જરૂર નહી હોય. રેલ ઝડપથી તેનું નિર્માણ ચાલુ કરી દેશે. આ રેલ લાઇનને બનાવવા માટે ડીપીઆરની પ્રક્રિયા આગામી મહિના ચાલુ કરવામાં આવશે. 
એક વધારે પુલ બનશે.


જજીસની નિયુક્તિમાં SC-STને અનામત્ત આપવા અંગે સરકારની વિચારણા: પ્રસાદ...

કેન્દ્ર સરકારે આ રૂટ પર 104 વર્ષ પુરા કરી ચુકેલા પમ્બન બ્રિજની સમાંતર એક વધારે બ્રિજ બનાવવાનાં પ્રસ્તાવનો પણ સ્વિકાર કરી લીધો છે. આ બ્રિજનને બનાવવામાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ બ્રિજ રામસેતુ સુધી જવા માટે રસ્તામાં આવે છે. હાલનાં પમ્બન બ્રિજ 24 ફેબ્રુઆરી, 1914ના રોજ ચાલુ થયો હતો. જે હવે તેને 100થી વધારે વર્ષ જુનો થઇ ચુક્યો છે. આ બ્રિજની લંબાઇ લગભગ 2 કિલોમીટર હશે. આ બ્રિજ બનવાથી રામસેતુ સુધી આવવા જવામાં વધારે સરળ બનશે. આ બ્રિજનાં નિર્માણમાં યૂરોપની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 


લીબિયામાં વિદેશ મંત્રાલયનાં હેડક્વાર્ટરમાં ISISએ વિસ્ફોટ કર્યો, 3નાં મોત...

નવો પુલ 3 મીટર વધારે ઉંચો હશે. 
સુત્રો અનુસાર નવો બ્રિજ જુના બ્રિજથી 3 મીટર વધારે ઉંચાઇ પર બનાવવામાં આવશે જેથી ભરતી અને ઓટનાં સમયે તેના પર પાણી ન આવી શકે. બ્રિજ પર સ્ટેનલેસ સ્ટીનાં પાટાઓ પણ બિછાવવામાં આવશે જેથી તેને કાટથી બચાવી શકાય. તે ભારતમાં પહેલીવાર હશે. જુના પુલથી અલગ નવા પુલમાં વચ્ચેનો હિસ્સો લિફ્ટની જેમ સીધો ઉપર નીચે થશે જેથી ઉંચા જહાજ પણ સરળતાથી પસાર થઇ શકે. પુરાના પુલને ખોલવા બંધ કરવાની પ્રક્રિયા મેન્યુઅલ છે જ્યારે નવા પુલનુ સંચાલન પુર્ણત ઓટોમેટિક થઇ જશે. સાથે જ તેમાં ભવિષ્ય માટે બે રેલ લાઇન અને ઇલેક્ટ્રિફિકેશનને ધ્યાનમાં રખાશે.