પાંચ દિવસના બાળકનું અચાનક પેટ ફૂલવા લાગ્યું, કારણ જે બહાર આવ્યું....ડોક્ટરના હોશ ઉડી ગયા
રાજધાની લખનઉમાં ડોક્ટરોએ ખુબ જ સારું કામ કરી બતાવ્યું છે. જેના કારણે ચારેબાજુ તેમની ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન સર્જન ડોક્ટર અખિલેશકુમારે જણાવ્યું કે બાળકનું પેટ ફૂલી રહ્યું હતું. તે ઉલટી કરતો હતો. જેના કારણે તેને જીવનું જોખમ વધી ગયું હતું.વજાતના પરિજનો ખુબ જ પરેશાન હતા.
નવી દિલ્હી: રાજધાની લખનઉમાં ડોક્ટરોએ ખુબ જ સારું કામ કરી બતાવ્યું છે. જેના કારણે ચારેબાજુ તેમની ચર્ચા થઈ રહી છે. બલરામપુર હોસ્પિટલમાં પાંચ દિવસના નવજાતની જટિલ સર્જરી કરીને તેનો મળદ્વાર (ANUS) બનાવ્યો. બાળક હવે સ્વસ્થ છે. ડોક્ટરોએ જણાવ્યું કે જન્મ સમયથી જ બાળકને કુદરતી રીતે મળદ્વાર નહતો.
મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન સર્જન ડોક્ટર અખિલેશકુમારે જણાવ્યું કે મળદ્વાર ન હોવાના કારણે બાળકનું પેટ ફૂલી રહ્યું હતું. તે ઉલટી કરતો હતો. જેના કારણે તેને જીવનું જોખમ વધી ગયું હતું. નવજાતના પરિજનો ખુબ જ પરેશાન હતા. ડોક્ટરે કહ્યું કે 5 દિવસ બાદ બાળકના માતા પિતાને ખબર પડી કે તેમના બાળકના શરીરમાં મળદ્વાર જ નથી. પછી તેઓ તરત જ સીતાપુરથી લખનઉ પહોંચી ગયા અને તેને પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટની ઓપીડીમાં દેખાડ્યું. ત્યારબાદ બાળકને દાખલ કરાયો.
બાળકની જરૂરી તપાસ કરીને તેના શરીરમાં સર્જરી કરીને મળદ્વાર બનાવવામાં આવ્યો. ડોક્ટરે કહ્યું કે બાળક હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. માતાનું દૂધ પણ લઈ રહ્યો છે. કહેવાય છે કે માત્ર 9 દિવસના બાળક પર આવી જટિલ સર્જરી બલરામપુર હોસ્પિટલના ઈતિહાસમાં પહેલીવાર થઈ છે. આ સાથે જ દાવો થઈ રહ્યો છે કે આવી સર્જરી પ્રદેશમાં અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય હોસ્પિટલમાં થઈ નથી.
એનેસ્થેસિયા વિભાગના પ્રમુખ ડોક્ટર એમ પી સિંહના જણાવ્યાં મુજબ બાળકને એનેસ્થેસિયા આપવું ખુબ જ પડકારભર્યુ રહ્યું. એક માસથી પણ ઓછી ઉંમરના બાળકોને એનેસ્થેસિયા આપવા પર રક્તસ્ત્રાવનું જોખમ રહે છે અને ઠંડી પણ લાગી શકે છે. બાળકને રુ દ્વારા ઢાકીને તાપમાન નિયંત્રિત કરવું પડ્યું. આ સર્જરી માટે અલગથી ઉપકરણ પણ મંગાવવામાં આવ્યા. હાલ ડોક્ટરોની સંપૂર્ણ ટીમ અને બાળકના માતા પિતા ખુબ જ ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube