બેંગ્લુરુ: કર્ણાટકમાં હાલમાં જ પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચૂંટાઈ આવેલા અનેક ધારાસભ્યો સામે ગંભીર અપરાધિક કેસો નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ ભાજપના છે. ભાજપના 42 ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના અપરાધિક કેસો દાખલ થયેલા છે. ત્યારબાદ કોંગ્રેસના 23 ધારાસભ્યો સામેલ છે. આ સાથે જ રાજ્યમાં ગત વખતે થયેલી વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં આ વખતે તેમની સંપત્તિમાં પણ વધારો નોંધાયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને કર્ણાટક ઈલેક્શન વોચ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ 221 ધારાસભ્યોના કરાયેલા વિશ્લેષણમાં 77 સામે અપરાધિક કેસો નોંધાયેલા છે. તેમાંથી 54 સામે હત્યા, ફ્રોડ, બનાવટી અને અપહરણના પ્રયત્નો સંબંધિત ગંભીર અપરાધિક કેસો દાખલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીઆર અને કર્ણાટક ઈલેક્શન વોચે જણાવ્યું છે કે ચાર ધારાસભ્યોએ સ્વીકાર્યું છે કે તેમની સામે હત્યાના પ્રયત્નોના કેસ નોંધાયેલા છે. રિપોર્ટ મુજબ ભાજપના જ્યાં 42 ધારાસભ્યો સામે અપરાધિક કેસો નોંધાયેલા છે ત્યાં કોંગ્રેસના 23 ધારાસભ્યો અને જેડીએસના 11 ધારાસભ્યો વિરુદ્ધ કેસો દાખલ થયેલા છે. ભાજપ આ મામલે સૌથી આગળ છે. કારણ કે તેમના 29  ધારાસભ્યો સામે ગંભીર અપરાધિક કેસો ચાલે છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો અને જેડીએસના 8 ધારાસભ્યો ગંભીર અપરાધિક કેસોનો સામનો કરી રહ્યાં છે.


215 ધારાસભ્યો કરોડપતિ
ધનદૌલતમાં વધારા મામલે પણ 221 નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 215 ધારાસભ્યો કરોડપતિ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેમની સંખ્યા 203 હતી. સૌથી વધુ ધનિક ધારાસભ્યો ભાજપમાં છે. જેમાંથી 101 ધારાસભ્યોએ જાહેર કર્યુ છે કે તેઓ કરોડપતિ છે. કોંગ્રેસમાં આવા કરોડપતિઓની સંખ્યા 77 અને જેડીએસમાં 35 છે.


અનેક ધારાસભ્યોની સંપત્તિ અનેક ગણી વધી
અનેક ધારાસભ્યોની સંપત્તિમાં મબલક વધારો નોંધાયો છે. ચિત્રદુર્ગથી ભાજપના ધારાસભ્ય જીએચ થિપ્પા રેડ્ડીની સંપત્તિ 2013માં 48 કરોડ હતી. તેમની સંપત્તિમાં 418 ટકાનો વધારો થયો છે. આ જ રીતે કોંગ્રેસના ધારાસભ્ય ઝમીર ખાનની સંપત્તિ 2013માં 9 કરોડ હતી જ્યારે 2018માં સંપત્તિ વધીને 40 કરોડ થઈ ગઈ છે. 2013માં ખાને જેડીએસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ગત પાંચ વર્ષોમાં કોંગ્રેસ ધારાસભ્ય ડી કે શિવકુમારની સંપત્તિમાં 251 કરોડનો વધારો થયો છે. 2013માં શિવકુમારની કુલ સંપત્તિ 251 કરોડ હતી જે વધીને 840 કરોડ થઈ ગઈ છે.