નવી દિલ્હી: ગોવામાં ફરીથી ભાજપની સરકાર આવી ગઈ છે. વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે તે રાજ્યમાં દરેક પરિવારને 3 ગેસના બાટલા મફત આપશે. હવે આ વચન પૂરું કરવા માટે ગોવા સરકારે કેબિનેટની પહેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો અને કહ્યું કે તે રાજ્યમાં દરેક પરિવારને રાંધણ ગેસના 3 બાટલા મફત આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે નવી કેબિનેટની પહેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. અત્ર જણાવવાનું કે પ્રમોદ સાવંતની કેબિનેટમાં મુખ્યમંત્રી અને આઠ અન્ય મંત્રી સામેલ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મુખ્યમંત્રી પદના શપથ બાદ પહેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. કેબિનેટે નવા નાણાકીય વર્ષથી ભાજપના ઘોષણાપત્રમાં કરાયેલા વાયદા મુજબ 3 સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગત મહિને થયેલી ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં ભાજપે વચન આપ્યું હતું કે જો પાર્ટી ફરીથી રાજ્યમાં સત્તા પર આવશે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષે 3 એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube