મુંબઈના અનેક વિસ્તારોમાંથી ગેસ લીકેજની સૂચના મળતા BMC અને ફાયર બ્રિગેડ અલર્ટ મોડ પર
મુંબઈ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીક (Gas Leak)ની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે.
મુંબઈ: મુંબઈ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીક (Gas Leak)ની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે. આ સૂચના બાદ ફાયર બ્રિગેડ (Fire Brigade) અને બીએમસી (BMC) અલર્ટ મોડ પર છે. વાત જાણે એમ છે કે પૂર્વ મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી નેશનલ કેમિકલ ફર્ટિલાઈઝરના ચેમ્બુર પ્લાન્ટમાંથી ગેસ લીકેજની સૂચના મળી હતી. જો કે થોડીવાર બાદ મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે હજુ સુધી તપાસમાં કોઈ પણ પાઈપલાઈનમાંથી ગેસ લીકેજની વાત સાબિત થઈ નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...