આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કર્યકર્તાઓને કહ્યું
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ની મત ગણતરીથી એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે સંદેશ આવ્યો છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ની મત ગણતરીથી એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે સંદેશ આવ્યો છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. પોતાની પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય. સાથે જ તેમણે કહ્યું કે, એક્ઝિટ પોલના આંકડા ખોટા ગણાવ્યા છે.
વધુમાં વાંચો: Exit Poll ની વાત થઇ જુની, યોગ્ય ચૂંટણી પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો...
કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટમાં લખ્યું કે, કોંગ્રેસ પાર્ટીના પ્રિય કાર્યકર્તાઓ... આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. સતર્ક અને સાવચેત રહો. ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યાં છો. ખોટા એક્ઝિટ પોલનો દુષ્ટ પ્રચારથી નિરાશ ના થાઓ. પોતના અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય. જય હિન્દ.
Avengers Endgameના પણ અડધા બજેટમાં બન્યું ભારતનું ચંદ્રયાન-2 મિશન, ઉપરથી બચે છે કેટલાક ડોલર્સ
તે પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે એક ઓડિયો જાહેર કર્યો હતો. તમામ મુખ્ય ચેનલો દ્વારા પ્રસારિક એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને બહુમત મળ્યાના અનુમાન લગાવવામાં આવી રહ્યું હોવાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગત સોમવારે પાર્ટીના કાર્યકર્તાઓનું આહવાન કર્યું હતું કે, અફવાઓ તેમજ એક્ઝિટ પોલ પર ધ્યાન ના આપો, અને સ્ટ્રોંગ રૂમ તથા મત ગણતરી કેન્દ્રોના પર ધ્યાન આપો.
વધુમાં વાંચો: USએ કહ્યું- ધમકી આપવી નહીં... જવાબ મળ્યો ઘણા આક્રમણકારો આવ્યા-ગયા, ઈરાન વર્ષોથી ત્યાં જ ઉભુ છે
કાર્યકર્તાઓને મોકલેલા ઓડિયો સંદેશમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, તમે લોકો, અફવાઓ અને એક્ઝિટ પોલથી હિંમત ના હારો. આ અફવાઓ તમારો હોસલો તોડવા માટે ફેલાવવામાં આવી છે. આ વચ્ચે તમારી સાવધાની વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો પર ધ્યાન આપો અને સાવચેત રહો. તેમણે કહ્યું કે, અમને પૂરી આશા છે કે, અમારી અને તમારી મહેનતનું ફળ મળશે.
વધુમાં વાંચો: આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા IPS રાજીવ કુમાર, CBI પર લગાવ્યા ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે, 19 મે આવેલા બધા જ મુખ્ય એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જુઓ Live TV:-