નવી દિલ્લી: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 18 માર્ચ 2021ના દિવસે દેશના લોકોને વાયદો કર્યો હતો કે આગામી બે વર્ષમાં ભારત ટોલ પ્લાઝા મુક્ત થઈ જશે. ગડકરીનું સપનું હતું કે જીપીએસ આધારિત ટોલ કલેક્શન હોય અને ગાડીઓની મૂવમેન્ટના હિસાબથી બેંક એકાઉન્ટમાં સીધો ટોલ ટેક્સ કાપી લેવામાં આવે. 2019માં સરકારે ફાસ્ટ ટેગ ફરજિયાત કરી દીધું. તેનાથી ટોલ પ્લાઝા પર ગાડીઓને ઉભા રહેવાનો સમય તો ઘટ્યો પરંતુ ગડકરીનું સપનું પૂરું થઈ શક્યું નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભલે થોડીક સેકંડ માટે પણ ગાડીઓને ટોલ પ્લાઝા પર ઉભા રહેવું પડે છે. આથી જીપીએસ આધારિત સિસ્ટમ લાવવાનો પ્લાન બન્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પ્રમાણે દેશમાં 700થી વધારે ટોલ પ્લાઝા છે. આગામી ત્રણ મહિનાની અંદર તેની સંખ્યા ઓછી થઈ જશે. કેમ કે ગડકરી વાયદો કરી રહ્યા છે કે 60 કિલોમીટરની અંદર એક જ ટોલબૂથ હશે. ટોલ પ્લાઝા મુક્ત ભારત ક્યારે બનશે તેની કોઈ માહિતી નથી. મંગળવારે ગડકરીએ કહ્યું કે ટોલ ખતમ નહીં થાય, પરંતુ તેની વસૂલાત જીપીએસ દ્વારા થશે. ભારતમાં ટોલ ટેક્સના વર્તમાન અને ભવિષ્ય વિશેની તમામ જાણકારી.


ટોલ શું છે:
ટોલ ટેક્સ કે માત્ર ટોલ તે રકમ છે જે વાહન ચાલકોને નક્કી કરેલા રસ્તા, પુલ, ટનલમાંથી પસાર થવા પર આપવી પડે છે. આવા રસ્તાને ટોલ રોડ કહેવામાં આવે છે. તે ઈનડાયરેક્ટ ટેક્સ છે. આ રોડ ટેક્સથી બીજો છે જે આરટીઓ વાહન માલિકો પાસેથી વસૂલ કરે છે.


ટોલ ટેક્સ ક્યાં, કોની પાસેથી વસૂલવામાં આવે છે:
ટોલ ટેક્સ કલેક્ટ કરવા માટે રસ્તા પર ટોલ બૂથ કે ટોલ પ્લાઝા હોય છે. સામાન્ય રીતે ટોલ બૂથની વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોય છે. ભારતમાં ફોર વ્હીલર કે તેનાથી મોટા વાહનો પાસેથી ટેક્સ લેવામાં આવે છે.


ટોલ કેમ લેવામાં આવે છે, ક્યાં સુધી આપવાનો હોય છે:
રસ્તો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. નેશનલ હાઈવે-એક્સપ્રેસ વે બનાવવામાં અરબો રૂપિયા લાગે છે. એવામાં ટોલ દ્વારા તે ખર્ચ વસૂલ કરવામાં આવે છે. મેન્ટેનન્સ માટે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. એકવખત હાઈવેનો ખર્ચ રિકવર થઈ જાય તેના પછી ટોલ ટેક્સ 40 ટકા થઈ જાય છે. જે મેન્ટેનન્સ માટે હોય છે.


ટોલ કેવી રીતે ગણવામાં આવે છે:
સામાન્ય રીતે ટોલ રોડના દરેક 60 કિલોમીટર સ્ટ્રેચ પર ટેક્સ લેવામાં આવે છે. જો સ્ટ્રેચ તેનાથી નાનો હોય તો રોડની વાસ્તવિક લંબાઈના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટોલ ટેક્સ કેટલો હશે તે નક્કી કરવા માટે અનેક બીજા પરિબળો પણ હોય છે. જેમ કે પુલ, ટનલ, બાયપાસ, હાઈવેની પહોળાઈ અને અન્ય શરતો.


ભારતમાં ટોલનો શું નિયમ છે:
વ્હીકલ ટાઈપ સિંગલ જર્ની  રિટર્ન જર્ની મંથલી પાસ જિલ્લામાં રજિસ્ટર્ડ કમર્શિયલ વ્હીકલ


કાર/જીપ/વાન 75.00  115.00 2505.00 40.00


LCV 120.00  180.00 4050.00 60.00


બસ/ ટ્રક 255.00  380.00 8480.00 125.00


3 એક્સલ સુધીના વાહન 280.00  415.00 9250.00 140.00


4થી 6 એક્સલ સુધીના વાહન 400.00  600.00 13,300.00 200.00


HCM/EM 400.00  600.00 13,300.00 200.00


7થી વધારે એક્સલવાવા વાહન 485.00   730.00 16,190.00 245.00


(સોર્સ: NHAI)


ટોલ ટેક્સમાંથી કોને છૂટ મળે છે:
નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 પ્રમાણે કેટલીક વ્યક્તિઓ અને વાહનોને ટોલ ટેક્સમાંથી છૂટ મળે છે.


રાષ્ટ્રપતિ


ઉપરાષ્ટ્રપતિ


પ્રધાનમંત્રી


રાજ્યના રાજ્યપાલ


ભારતના મુખ્ય ન્યાયાધીશ


લોકસભા સ્પીકર


કેન્દ્રીય મંત્રી


રાજ્યના મુખ્યમંત્રી


સુપ્રીમ કોર્ટના જજ


કેન્દ્રમાં રાજ્ય મંત્રી


કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ


જનરલ રેન્કવાળા ચીફ ઓફ સ્ટાફ


રાજ્યની વિધાન પરિષદના ચેરમેન


રાજ્યની વિધાનસભાના સ્પીકર


હાઈકોર્ટના ચીફ જસ્ટિસ


હાઈકોર્ટના જજ


સાંસદ


વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ


રાજ્યના મુખ્ય સચિવ (રાજ્યની અંદર)


ભારત સરકારના સચિવ


રાજ્યસભાના સચિવ


લોકસભાના સચિવ


રાજકીય પ્રવાસે આવેલા વિદેશી રાજદૂત


ધારાસભ્ય, વિધાન પરિષદ સભ્ય (ઓળખપત્ર બતાવવા પર)


પરમવીર ચક્ર, અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર અને શૌર્ય ચક્રથી સન્માનિત વ્યક્તિ


કયા વાહનોને ટોલ ટેક્સ આપવાનો હોતો નથી:
રક્ષા મંત્રાલય


યુનિફોર્મમાં કેન્દ્ર-રાજ્ય સુરક્ષા દળ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ


કાર્યકારી મેજિસ્ટ્રેટ


ફાયર બ્રિગેડ


NHAI કે કોઈ અન્ય સરકારી સંસ્થા


એમ્બ્યુલન્સ


શબ વાહિની


દિવ્યાંગો માટે બનાવવામાં આવેલ મિકેનિકલ વાહન


અત્યારે ટોલ ટેક્સ કેવી રીતે લેવાય છે:
મોટાભાગે ટોલ કલેક્શન ફાસ્ટ ટેગ દ્વારા થાય છે. તેમાં રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેશન દ્વારા ટોલની ચૂકવણી થાય છે. આ ડિવાઈસ  ગાડીના વિન્ડશીલ્ડ પર લગાવવાનું હોય છે અને તમે ટોલ પ્લાઝા પર કેશ આપવા રોકાવાની જગ્યાએ જઈ શકો છો. ફાસ્ટ ટેગની વેલિડિટી પાંચ વર્ષની હોય છે. તેને તમે મોબાઈલથી રિચાર્જ કરી શકો છો.


જીપીએસથી ટોલ વસૂલવાનો પ્લાન શું છે:
2019 પછી બનેલી બધી ગાડીઓમાં ઈન-બિલ્ટ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ હોય છે. ગાડીના જીપીએસ કો-ઓર્ડિનેટ્સ ટ્રેક કરવામાં આવશે. જેના આધારે ટોલ વસૂલવામાં આવશે. ગડકરીના જણાવ્યા પ્રમાણે જીપીએસ દ્વારા માહિતી મેળવી શકાશે કે તમે પોતાની ગાડીને લઈને ક્યાંથી આવ્યા છો અને ક્યાંથી નીકળ્યા છો. તેના આધારે પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે.


જીપીએસથી ટોલ વસૂલવાની ફોર્મ્યુલા શું છે:
આ સિસ્ટમનો ફાયદો એ થશે કે વાહનોનો ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂર નહીં પડે. જોકે ટોલ પ્લાઝા ખતમ નહીં થાય. શક્ય છે કે ફાસ્ટ ટેગ જેવી ફોર્મ્યૂલા અહીંયા લાગૂ કરવામાં આવશે. ટોલ બૂથના 5 કિલોમીટર સુધી રહેનારા લોકોને સામાન્ય રીતે ટોલ આપવાનો હોતો નથી. આ અંતર 20 કિલોમીટર સુધી કરવામાં આવી શકે છે. તેના માટે NHAIને એપ્લિકેશન આપવાની હોય છે. જીપીએસ સિસ્ટમમાં તેને કેવી રીતે લાગૂ કરવામાં આવશે તે જોવાની વાત છે. ઉપરથી મુશ્કેલી એ છે કે જો સંબંધિત બેંક એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો ટોલ કેવી રીતે વસૂલવામાં આવશે? શું કેશ કલેક્શનની કોઈ વ્યવસ્થા રાખવામાં આવશે. સરકારે નવી સિસ્ટમ લાવતાં પહેલાં આ સવાલના જવાબ શોધવા પડશે.


NH પર 60 કિમી સુધી ટોલ નહીં લાગે, કેવી રીતે કાઉન્ટ થશે:
ગડકરીએ સંસદમાં કહ્યું કે 60 કિમીની અંદર એક ટોલ નાકુ હોવું જોઈએ. જોકે અનેક જગ્યાએ અત્યારે એવું નથી. લોકસભામાં મંત્રીએ કહ્યું કે આગામી ત્રણ મહિનાની અંદર સુનિશ્વિત કરવામાં આવશે કે 60 કિમીની અંદર એક જ ટોલબૂથ હોય, બીજા બંધ કરી દેવામાં આવશે. સ્થાનિક લોકોને ટોલમાંથી બચવા માટે આધાર કાર્ડ આધારિત પાસ બનાવી આપવામાં આવશે.


વર્ષો સુધી કેટલાંક ટોલબૂથ પર કેમ ટોલ વસૂલવામાં આવે છે:
નેશનલ હાઈવે એક્ટ 1956 અનુસાર સડક નિર્માણનો ખર્ચ વસૂલ થઈ ગયા પછી માત્ર 40 ટકાના દરથી ટોલ લેવામાં આવે છે. અનેકવખત સરકાર અને ખાનગી કંપનીઓની ભાગીદારી હોય છે. ટોલ ટેક્સથી મેન્ટેનન્સનો ખર્ચ પણ કાઢવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube