કોલકત્તાઃ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા પર રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) તરફથી કોલકત્તા હાઈકોર્ટને સોંપવામાં આવેલ અંતિમ રિપોર્ટમાં રાજ્ય તંત્ર પર આકરી ટિપ્પણી કરવામાં આવી છે. 50 પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રશાસને જનતામાં પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ટીમે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગોરની ધરતી બંગાળમાં 'કાયદાનું રાજ' નથી, પરંતુ અહીં 'શાસકનો કાયદો' ચાલી રહ્યો છે. રિપોર્ટમાં ચૂંટણી બાદ હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ઘટનાની સુનાવણી રાજ્યની બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને થાય. તો એનએચઆરસીના રિપોર્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ બંગાળને બદનામ કરવાનું ષડયંત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કમિટીને તપાસ દરમિયાન 1900થી વધુ ફરિયાદ મળી છે. તેમાંથી અનેક મામલા ગંભીર ગુનાઓ સંબંધિત હતા. દુષ્કર્મ, હત્યા, આગ જેવા અનેક કેસો સામે આવ્યા, જેની ફરિયાદ હજુ સુધી લેવામાં આવી નથી. પોલીસ પર લોકોને વિશ્વાસ નથી, તેની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આશરે 1979 કેસને રાજ્યના ડીજીપીને મોકલવામાં આવ્યા છે, જેથી મામલામાં એફઆરઆઈ દાખલ થાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના કેસોમાં ધરપકડ થઈ નથી, જો કોઈ ધરપકડ થઈ છે તો આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. 


Punjab માં સરકારના 'કેપ્ટન' બન્યા રહેશે અમરિંદર, નવજોત સિંહ સિદ્ધૂ બનશે પ્રદેશ અધ્યક્ષ


હાઈકોર્ટના આદેશ પર બની હતી કમિટી
બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના મામલામાં સુનાવણી કરતા કોલકત્તા હાઈકોર્ટે માનવાધિકાર પંચને એક કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશ બાદ પંચે રાજીવ જૈનની અધ્યક્ષતામાં એક સાત સભ્યોની કમિટી બનાવી હતી. આ ટીમમાં અલ્પસંખ્યક પંચના ઉપાધ્યક્ષ અતીફ રશીદ, મહિલા આયોગના ડો. રાજૂબેન દેસાઈ, એનએચઆરસીના ડીજી સંતોષ મેહરા, બંગાળ માનવાધિકાર પંચના રજીસ્ટ્રાર પ્રદીપ કુમાર પંજા, રાજ્ય લીગલ સર્વિસ કમિશનના સચિવ રાજૂ મુખર્જી, ડીઆઇજી મંજિલ સૈની સામેલ હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube