NIA Action on Dawood Ibrahim: ડી-કંપની પર NIA ની મોટી કાર્યવાહી, 20થી વધુ ઠેકાણે દરોડા
આ દરોડાની કાર્યવાહી મુંબઈના નાગપાડા, બાન્દ્રા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ દાઉદ ઈબ્રાહિમ, ડી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
નવી દિલ્હી: અંધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહીમની ડી-કંપની પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના 20થી વધુ ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા પાડ્યા છે. જે દાઉદના શાર્પ શૂટર્સ, તસ્કરો, ડી-કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત અનેક હવાલા ઓપરેટર્સ ઉપર પણ કાર્યવાહી કરાઈ છે.
આ દરોડાની કાર્યવાહી મુંબઈના નાગપાડા, બાન્દ્રા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ દાઉદ ઈબ્રાહિમ, ડી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે અંતર્ગત તપાસ અને કાર્યવાહી થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ડી કંપની યુએન દ્વારા પ્રતિબંધિત છે. 1993માં થયેલા મુંબઈ બોમ્બ વિસ્ફોટોના આરોપી દાઉદ ઈબ્રાહિમને 2003માં યુએનએ ગ્લોબલ આતંકી ગણાવ્યો હતો. તેના પર 25 મિલિયન ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.
President Election 2022: આ વખતે સાંસદોની સંખ્યા ઘટી ન હોવા છતાં તેમના મતનું મૂલ્ય ઘટી જશે, જાણો કારણ
આ તો ગજબ! બે બોટલ દારૂ ગટકાવ્યો પણ નશો ચડ્યો જ નહીં, ગૃહમંત્રીને કરી ફરિયાદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube