નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ બુધવારે વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)થી પ્રભાવિત એક આતંકવાદી જુથનો પર્દાફાશ કર્યો છે. સાથે જ તેમાં સમાવિષ્ટ 10 શંકાસ્પદોની ધરપકડ કરી છે. એજન્સીનો દાવો છે કે આ લોકો દિલ્હી અને ઉત્તરભારતના અન્ય ક્ષેત્રોમાં નેતાઓ અને સરકારી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવીને આત્મઘાતી હૂમલા અને તબક્કાવાર વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. તે અંગે ચોંકાવનારી વાત સામે આવી છે. આ આતંકવાદી સમુહમાં સમાવિષ્ટ શંકાસ્પદોમાં મૌલવીઓથી માંડીને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ એજન્સી એનઆઇએનાં મહાનિરીક્ષક આલોક મિત્તલે જણાવ્યું કે દરોડા દરમિયાન દેસી રોકેટ લોન્ચર, આત્મઘાતી જેકેટ અને ટાઇમ બોમ્બનો સામાન્ય બનાવવા માટે વપરાતી વસ્તુઓ મળી આવી હતી. જેમાં 112 એલાર્મ ઘડિયાળનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, 112 એલાર્મ ઘડિયાળ પરથી સ્પષ્ટ છે કે તેઓ માત્ર એક નહી પરંતુ અનેક બોમ્બ બનાવવા માંગતા હતા અને તે થકી શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવા માંગતા હતા. 

દિલ્હી પોલીસની વિશેષ સેલ અને ઉત્તરપ્રદેશના આતંકવાદ વિરોધી જુથ સાથે મળીને દિલ્હીનાં જાફરાબાદ અને સીલમપુરમાં 6 સ્થળો પર જ્યારે ઉત્તરપ્રદેશમાં 11 સ્થલો પર દરોડા પાડ્યા. ઉત્તરપ્રદેશનાં અમરોહામાં 6 લખનઉમાં 2, હાપુડામાં 2 અને મેરઠમાં 2 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકોમાં કથિત માસ્ટર માઇન્ડ 29 વર્ષીય મુફ્તી મોહમ્મદ સુહૈલનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત એક મસ્જિદનો મૌલવી પણ છે. ઉપરાંત નોએડાની એક ખાનગી કોલેજમાં ભણતો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી પણ છે. જ્યારે બે દિલ્હી યુનિમાં ભણતા સ્નાતકના વિદ્યાર્થી અને બે વેલ્ડરની પણ ધરપકડ કરવામાં આવી છે.