નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના અવંતિપુરા વિસ્તારમાં આવેલ સીઆરપીએફના ગ્રુપ સેન્ટર પર આતંકવાદી હૂમલો કરનારા જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આતંકવાદીની ઓળખ ફૈયાઝ અહેમદ તરીકે થઇ છે. આરોપ આતંકવાદી ફૈયાધ મોહમ્મદ મુળ રીતે પુલવામાં જિલ્લાના અવંતીપોરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવનારા લેથપોરા વિસ્તારનો રહેવાસી છે. એનઆઇએના અનુસાર ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી ફૈયાઝને ઝડપથી જમ્મુ ખાતેનાં એનઆઇએની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરીને પોલીસ કસ્ટડીની માંગ કરવામાં આવશે. જેમાં આતંકવાદીઓનાં અલગ અલગ કાવત્રાઓનો ખુલાસો થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કમિશ્નર પાસે એવી કઇ માહિતી છે કે મમતા તેમને બચાવવા બેકરાર છે

31 ડિસેમ્બર 2017ને ત્રણ આતંકવાદીઓએ કર્યો હૂમલો
એનઆઇએના વરિષ્ઠ અધિકારીના અનુસાર 30-31 ડિસેમ્બર, 2017ની રાત્રીએ ત્રણ આતંકવાદીઓએ લેથએપોરા સ્થિતી સીઆરપીએફના ગ્રુપ સેન્ટર પર આતંકવાદી હૂમલો કર્યો હતો. આ આથંકવાદી હૂમલાની તપાસ એનઆઇએને સોંપવામાં આવી હતી.  એનઆઇએએ પોતાની તપાસમાં સામે આવ્યું કે, આ આતંકવાદી હૂમલાની ઘટનાને જેશ એ મોહમ્મદના ત્રણ આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. એનઆઇએ ત્રણેય આતંકવાદીઓની ઓળખ ફરદીન અહમદ, મંજુર બાબા અને અબ્દુલ શકુરના સ્વરૂપે કરી હતી. 


ગિરિરાજ સિંહે રાહુલનું સમર્થન કરતા કહ્યું, જીવનમાં પહેલીવાર આવું કરી રહ્યો છું

આતંક હુમલામાં સીઆરપીએફનાં 5 જવાન થયા હતા શહીદ
એનઆઇએના વરિષ્ઠ અધિકારીના અનુસાર અચાનક થયેલા આ આતંકવાદી હૂમલામાં સીઆરપીએફનાં 5 જવાનો શહીદ થઇ ગયા હતા. જ્યારે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આતંકવાદી હૂમલા બાદ સુરક્ષાદળો સાથે થયેલા ઘર્ષણમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ મુદ્દે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઠાર મરાયેલા આતંકવાદીઓમાં બે આતંકવાદીઓ ફરદીન અને મંજુર બાબા પુલવામાનાં રહેવાસી હતા, જ્યારે ત્રીજો આતંકવાદી અબ્દુલ શકુર પાકિસ્તાની નાગરિક હતો. 


હું પોતાનો જીવ આપી દઇશ પણ સમજુતી નહી કરૂ: મમતા બેનર્જી

આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોર ફયાઝ
એનઆઇએ વરિષ્ઠ અધિકારીના અનુસાર, લેથપોરા ખાતે સીઆપીએફના ગ્રુપ સેંટર પર થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરોમાં આરોપી અહેમદનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ફયાઝ જૈશ એ મોહમ્મદ માટે ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા હતા. ફયાઝે સીઆરપીએફના ગ્રુપ સેંટર પર હૂમલો કરવા આવ્યા આતંકવાદીઓને ન માત્ર રહેવાનું ઠેકાણું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું, પરંતુ તેમને હુમલા માટે તમામ પ્રકારના લોજિસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ કરાવ્યા હતા. 


મમતા બેનર્જી પર CM નીતીશનું મોટુ નિવેદન: આચાર સંહિતા પહેલા કંઇ પણ થઇ શકે છે

2001માં ધરપકડ થઇ ચુકી છે ફયાઝ
એનઆઇએના વરિષ્ઠ અધિકારીના અનુસાર ફયાઝને પહેલા પણ 2001માં ધરપકડ કરવામાં આવી ચુકી છે. 2001માં જમ્મુ અને કાશ્મીર પોલીસે તેને પોલીસ સેફ્ટી એક્ટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તે આશરે 16 મહિના સુધી પોલીસને કસ્ટડીમાં રહ્યો હતો.