નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સીને એક મોટી સફળતા પ્રાપ્ત કરતા તમિલનાડુમાં એક એવા સંગઠનનો પર્દાફાશ કર્યો છે, જે દેશમાં આતંકવાદી હુમલાનું કાવત્રું રચી રહ્યું હતું. એનઆઇએના અનુસાર આ સંગઠન દેશમાં ઇસ્લામિક રાજ્યની સ્થાપનાને ઇરાદાઓ ધરાવે છે. એનઆઇએ ચેન્નાઇ અને નાગાપટ્ટિનમ જિલ્લામાં આવેલ ત્રણેય શંકાસ્પદ સ્થળો પર શનિવારે દરોડા પાડવામાં આવ્યા, જેમાં આ ખુલાસો થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતા મેટ્રો દુર્ઘટના: વૃદ્ધ યાત્રીનો હાથ દરવાજામાં ફસાતા નિપજ્યું મોત
એનઆઇએની તરફથી 9 જુલાઇના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવેલા કેસ અનુસાર શંકાસ્પદ આતંકવાદી ચેન્નાઇ અને નાગપટ્ટિનમ જિલ્લાના રહેવાસી છે. તે ઉપરાંત સમગ્ર દેશ અને તેની બહાર પણ અનેક લોકોતેની સાથે જોડાયેલા છે જે ભારત સરકારની વિરુદ્ધ યુદ્ધ છેડવાનું કાવત્રું રચી રહ્યા હતા. આ અરાજકતત્વોએ અંસારુલ્લા નામનું આતંકવાદી સંગઠન પણ બનાવ્યું છે. 


TTD ની મોટી જાહેરાત, તિરુમલાના બાલાજી મંદિરમાં VVIP દર્શન થશે બંધ
BJP-RSS નું મોટુ પરિવર્તન, સંગઠમ મહામંત્રીને સોંપાઇ મહત્વની જવાબદારી
એનઆઇએનું કહેવું છે કે આરોપી સૈયદ મોહમ્મદ બુખારી, હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીન અને તેના સહયોગીઓએ મોટા પ્રમાણમાં ફંડ એકત્ર કર્યું છે. આ લોકો ભારતમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર પાર પાડવાની તૈયારી કરી રહ્યા હતા. આ આતંકવાદીઓને મનસુબો ભારતમાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનું છે. બિનકાયદેસર ગતિવિધિઓ અટકાવવા માટેના કાયદા હેઠળ આ શંકાસ્પદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એનઆઇએએ ચેન્નાઇ ખાતે સૈયદ બુખારીના ઘર તથા ઓફીસ પર દરોડા પાડ્યા. આ ઉપરાંત નાગપટ્ટિનમ જિલ્લામાં હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા. 


કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા શિરડી, દરેક પક્ષ ઠોકે છે દાવા !
કડક પુછપરછ કરી રહ્યું છે એનઆઇએ, ટુંકમાં જ થઇ શકે છે ધરપકડોનો દોર
આ ત્રણેય શંકાસ્પદો સાથે હાલ એનઆઇએ પુછપરછ કરી રહી છે અને તેમને ઝડપથી ધરપકડ કરવામાં આવી શકે છે. એનઆઇએએ પોતાની દરોડાની કાર્યવાહી કરતા 9 મોબાઇલ, 15 સિમકાર્ડ, 7 મેમોરી કાર્ડ, 3 લેપટોપ, 5 હાર્ડ ડિસ્ક, 6 પેન ડ્રાઇવ, 2 ટેબલેટ અને ત્રણ સીડી અને ડીવીડી જપ્ત થઇ છે. આ ઉપરાંત તમામ મેગેજીન્સ, બેનર્સ, નોટિસ, પોસ્ટર્સ અને પુસ્તકો પણ જપ્ત કરવામાં આવ્યા છે.