નવી દિલ્હી : રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તરપ્રદેશમાં 16 સ્થલો પર એનઆઇએ દ્વારા બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઇએ દ્વારા આ દરોડા ઉત્તરપ્રદેશનાં અમરોહા, પૂર્વી દિલ્હીના ન્યૂ સીલમપુર, જાફરાબાદ જેવા કુલ 16 વિસ્તારમાં કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસને દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્થળો હતા નિશાન પર
એનઆઇએની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ખુલાસો થયો છે કે આ શંકાસ્પદ દિલ્હીમાં આવેલા આસએસએસ કાર્યાલય અને દિલ્હી પોલીસ હેડક્વાર્ટરને નિશાન બનાવવા માંગે છે. શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા બાદ એનઆઇએની ટીમ સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કોન્ફરન્સમાં પોલીસ અનેક મોટા ખુલાસાઓ કરી શકે છે. 

અનેક શંકાસ્પદ કસ્ટડીમાં...
એનઆઇએનાં અધિકારીઓ દ્વારા  16 જગ્યાઓ પર દરોડા દરમિયાન 10 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ તમામ શંકાસ્પદને એનઆઇએની એક ટીમ પુછપરછ કરી રહી છે. જેથી ISISનાં નવા મોડ્યુલ અંગે માહિતી એકત્ર કરી શકે. એક અધિકારીએ વધારેમાહિતી આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે, અલગ અલગ સ્થળો પર શોધખોળ સવારે ચાલુ થઇ અને હાલ પણ ચાલુ છે. 

જાફરાબાદમાંથી 5ની ધરપકડ
દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એનઆઇએની ટીમમાં 5 શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કસ્ટડીમાં લેવાયેલા શંકાસ્પદનાં નામ અન્નસ, આજમ, જુબૈર હોવાનું જણાવાઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરકત ઉલ હર્બ એ ઇસ્લામ એક એવું સંગઠન છે જે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનાં માટે આતંકવાદીએ એકઠા કરે છે. નેટવર્કિંગ દ્વારા હરકત ઉલ હર્બ એ ઇસ્લામ સામાન્ય લોકોને આતંકવાદી સંગઠનનો સાથ આપવા માટે ઉશ્કેરે છે.