PFI વિરુદ્ધ NIA-ED ની સૌથી મોટી કાર્યવાહી, 100થી વધુ સભ્યોની ધરપકડ, અધ્યક્ષ ઓમા સલામ પણ અટકાયતમાં
NIA and ED Action: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ED એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ઠેકાણાઓ અને તે સંલગ્ન લિંક પર કેરળ અને તામિલનાડુ સહિત દેશભરના 10 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પીએફઆઈ સંલગ્ન લોકો પર ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવા મામલે ઈડી અને એએનઆઈએ રાજ્ય પોલીસ દળોની ટીમ સાથે યુપી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે.
NIA and ED Action: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ED એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ઠેકાણાઓ અને તે સંલગ્ન લિંક પર કેરળ અને તામિલનાડુ સહિત દેશભરના 10 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પીએફઆઈ સંલગ્ન લોકો પર ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવા મામલે ઈડી અને એએનઆઈએ રાજ્ય પોલીસ દળોની ટીમ સાથે યુપી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકી ગતિવિધિઓના સંચાલન, તાલિમ શિબિર ચલાવવા અને પ્રતિબંધિત સંગઠનોમાં સામેલ થવા માટે લોકોને કટ્ટરપંથી બનાવવામાં સામેલ વ્યક્તિઓના આવાસીય અને અધિકૃત પરિસરોમાં થઈ રહ્યા છે.
10 રાજ્યોમાંથી 100થી વધુ પીએફઆઈ સભ્યોની ધરપકડ
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ કેરળ સહિત દેશના 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના 50 ઠેકાણા પર એનઆઈએ અને ઈડીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 100થી વધુ પીએફઆઈ સભ્યોની ધરપકડ થઈ છે. પીએફઆઈના નેતાઓ અને આ સંગઠન સંલગ્ન ઓફિસ પર સર્ચ ચાલુ છે. આ દરોડામાં એનઆઈએ સાથે ઈડી પણ સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube