NIA એ 16 ખાલિસ્તાનીઓ વિરૂદ્ધ દાખલ કરી ચાર્જશીટ, ખેડૂતોના સમર્થનના બહાને રચ્યું હતું મોટું કાવતરું
બે દિવસ પહેલાં દિલ્હી પોલીસે પણ ખાલિસ્તાનીઓના વધુ કાવતરાનો ખુલાસો કર્યો હતો જેમાં ગેંગસ્ટરને કાશ્મીરી આતંકવાદીઓ સાથે મળીને નારકો ટેરર વધારવામાં આવી રહ્યું અને પંજાબમાં નેતાઓની હત્યા કરી રમખાણો કરવાનું કાવતરું રચી રહ્યા હતા
નવી દિલ્હી: NIAએ વિદેશોમાં બેઠેલા 16 ખાલિસ્તાનીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ તમામ આરોપી ભારતના વિરૂદ્ધ વિદેશમાં બેસીને કાવતરુ રચી રહ્યા છે અને જનમત સંગ્રહ (Referendum 2020) ચાલી રહ્યો હતો. NIAએ આ તમામ ખાલિસ્તાનીઓ વિરૂદ્ધ UAPA કલમ 13,17,18 અને IPC 120B, 124A, 153A, 153B અને 505માં દાખલ કરી છે.
આમના લાગી UAPAની કલમ
NIAની UAPA હેઠળ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આતંકવાદી ગુરપતંવંત માન સિંહ પન્નૂ, હરદીપ સિંહ નિજ્જર અને પરમજીત સિંહ ઉર્દે પમ્મા સહિત અવતાર સિંહ પન્નૂ, ગુરૂપ્રીત બાગી, હરપ્રીત સિંહ, સરબજીત સિંહ, અમરદીપ સિંહ પુરેવાલ, જે એસ ધાલીવાલ, દુપિંદરજીત સિંહ, કુલવંત સિંહ, હરજાપ સિંહ, સરબજીત સિંહ, જતિંદર સિંહ ગ્રેવાલ, કુલવંત સિંહ મોતાથા અને હિંમત સિંહનું નામ સામેલ છે. આ તમામ ખાલિસ્તાની આરોપ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યૂકેમાં બેસીની ભારત વિરૂદ્ધ કાવતરું રચી રહ્યા છે. બે દિવસ પહેલાં પણ સિખ ફોર જસ્ટિસના લોકો ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનનાઅ સમર્થનમાં લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની ઝંડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. હેતુ ફક્ત ભારતમાં કોઇ ખાલિસ્તાનને જીવતા કરવાનો છે.
ખાલિસ્તાનીઓને મળ્યો છે સિખ ફોર જસ્ટિસનું ગ્રુપ
જોકે સિખ ફોર જસ્ટીસે પોતાને Human Rights Advocacy Groupના નામથી બનાવ્યું છે પરંતુ જોકે આ પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાનીઓના કાવતરાનો એક મોટો ભાગ છે. તમને જણાવી દઇએ કે સિખ ફોર જસ્ટિસ સોશિયલ મીડિયા, ફોન કોલ, ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ વેબસાઇટ દ્વારા પ્રોપેગંડા ફેલાવવામાં લાગેલા છે. ગુપતંવંત સિંહ પાન્નીની રેકોર્ડેડ અવાજમાં વિદેશોના નંબરો પરથી ભારતમાં લાગેલા ફોન કરવામાં આવી રહ્યા હતા અને લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. સતત સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મોકલેલા પંજાબના લોકોએ દેશના વિરૂદ્ધ ઉશ્કેરવાનો પ્રયત્ન અને ખાલિસ્તાનના સમર્થનમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. એટલું જ નહી, ભારતીય સેનાની સિખ રેજિમેંટને પણ ઉશ્કેરી બગાવત કરવાનો પ્રયત્ન આ ખાલિસ્તાનીઓ તરફથી કરવામાં આવ્યો હતો.
પંજાબમાં નેતાઓની હત્યા કરી રમખાણોનું રચ્યું હતું કાવતરું
બે દિવસ પહેલાં દિલ્હી પોલીસે પણ ખાલિસ્તાનીઓના વધુ કાવતરાનો ખુલાસો કર્યો હતો જેમાં ગેંગસ્ટરને કાશ્મીરી આતંકવાદીઓ સાથે મળીને નારકો ટેરર વધારવામાં આવી રહ્યું અને પંજાબમાં નેતાઓની હત્યા કરી રમખાણો કરવાનું કાવતરું રચી રહ્યા હતા. NIAએ જ્યારે આખા કેસની તપાસ કરી તો ત્યારબાદ એકઠા કરેલા પુરાવાના આધારે ભારત સરકારે અમેરિકામાં બેસેલા ગુરપતવંત સિંહ પન્નૂ, હરદીપ સિંહ નિજ્જર અને પરમીત સિંહ ઉર્ફે પમ્માનને આતંકવાદી જાહેર કર્યો હતો. ત્યારબાદ NIA ગુપતવંત સિંહ પન્નૂનની અમૃતસર અને હરદીપ સિંહની જલંધરમાં સંપત્તિ પણ અટેચ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube