MP માં કોરોનાએ ડરાવ્યા, ભોપાલ-ઈન્દોરમાં કાલથી નાઇટ કર્ફ્યૂ, આ શહેરોમાં પણ લાગ્યો પ્રતિબંધ
મધ્યપ્રદેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શિવરાજ સરકારે મોટો નિર્ણય કર્યો છે. બુધવારથી ભોપાલ-ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. સાથે ઘણા શહેરોમાં રાત્રે 10 કલાક બાદ બજારો બંધ થઈ જશે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે શિવરાજ સરકાર (Shivraj Government) એ મોટો નિર્ણય લીધો છે. શિવરાજ સિંહ ચોહાણ કેબિનેટે બેઠક બાદ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. બેઠકમાં ભોપાલ અને ઈન્દોરમાં ફરીથી નાઇટ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના બીજા રાઉન્ડમાં સૌથી વધુ ભોપાલ-ઈન્દોરથી કેસ મળી રહ્યાં છે.
આ સાથે મહારાષ્ટ્રથી આવનાર યાત્રીકોનું થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે. સાથે ત્યાંના યાત્રીકો માટે સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન જરૂરી છે. ભોપાલ-ઈન્દોરમાં નિયમો વધુ કડક કરવામાં આવશે. સીએમે સવારે કહ્યુ હતુ કે, આજે કડક નિર્ણય લેવાશે. સીએમે લોકોને અપીલ કરી કે તમે કોવિડ નિયમોનું પાલન જરૂર કરો કારણ કે એમપીમાં બેદરકારીને કારણે કેસ વધી રહ્યાં છે. આ સાથે ભોપાલમાં તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મોટા પ્રોજેક્ટોના ફન્ડિંગ માટે બનશે નવી નેશનલ બેન્ક, મોદી કેબિનેટે આપી મંજૂરી
આ સાથે પ્રદેશના આઠ શહેરો જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુમરહાનપુર. બૈતૂલ અને ખરગોનમાં રાત્રે 10 કલાક બાદ બજારો બંધ રહેશે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ રહેશે નહીં પરંતુ બજાર ફરજીયાત બંધ રહેશે. જો કેસ વધશે તો નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે એમપીમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે પ્રથમવાર આ વર્ષે આઠસો કેસ સામે આવ્યા હતા. ઇન્દોરમાં 267 તો ભોપાલમાં 199 સંક્રમિતો મળ્યા હતા. ત્યારબાદ શિવરાજ સરકારની ચિંતામાં વધારો થયો હતો.
હકીકતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણ સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે બધા જિલ્લાના કલેક્ટર ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમ સાથે બેઠક કરી રહ્યા છે અને તંત્રનો પોતાનો રિપોર્ટ આપી રહ્યાં છે. ત્રણ દિવસથી ઈન્દોર અને ભોપાલમાં કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube