Nikita Tomar Murder: બહુચર્ચિત નિકિતા તોમર હત્યાકાંડમાં આવ્યો ચુકાદો, તૌસીફ અને રેહાન દોષી જાહેર
કોર્ટનો ચુકાદો સાંભળી નિકિતાના પિતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, પાંચ મહિનાનો સમય અમારા માટે ખુબ મુશ્કેલ હતો. આરોપીઓને જીવવાનો કોઈ અધિકાર નથી. આરોપીઓની સજા માટે વધુ બે દિવસની રાહ જોઈશું. તેને ફાંસી થવી જોઈએ.
નવી દિલ્હીઃ ફરીદાબાદના નિકિતા તોમર હત્યા કેસ (Nikita Tomar Murder Case) માં ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે મુખ્ય આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં ત્રીજા આરોપી અઝરુદ્દીનને છોડી દેવામાં આવ્યો છે. 26 માર્ચે સજા પર ચર્ચા થશે. મહત્વનું છે કે પાછલા વર્ષે 26 ઓક્ટોબરના નિકિતા તોમરે ધર્મ પરિવર્તન માટે ના પાડતા તૌસીફે ગોળી મારી હત્યા કરી દીધી હતી.
કેસનો ચુકાદો સાંભળી ભાવુક થયા નિકિતાના પિતા
કોર્ટનો ચુકાદો સાંભળી નિકિતાના પિતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, પાંચ મહિનાનો સમય અમારા માટે ખુબ મુશ્કેલ હતો. આરોપીઓને જીવવાનો કોઈ અધિકાર નથી. આરોપીઓની સજા માટે વધુ બે દિવસની રાહ જોઈશું. તેને ફાંસી થવી જોઈએ.
વકીલે કરી ફાંસીની માંગ
પીડિત પક્ષના વકીલે કહ્યુ કે, કોર્ટે તૌસીફ અને રેહાનને હત્યાના દોષી ગણાવ્યા છે. અઝહરુદ્દીનને છોડી દેવામાં આવ્યો છે. 26 માર્ચે સજા પર ચર્ચા થશે. અમે દોષીતો માટે ફાંસીની માંગ કરીશું.
આ પણ વાંચોઃ કાર્યકર મંચ પર PM મોદીને પગે લાગ્યો, પ્રધાનમંત્રીએ આપ્યું એવું રિએક્શન, જુઓ VIDEO
શું છે સમગ્ર ઘટના
મહત્વનું છે કે ફરીદાબાદના બલ્લભગઢમાં પાછલા વર્ષે 26 ઓક્ટોબરે નિકિતાના હત્યા થઈ હતી. નિકિતા હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 27 ઓક્ટોબરે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ તૌસીફના એક અન્ય મિત્ર અઝરુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. અઝરુદ્દીન પર દેશી કટ્ટાની વ્યવસ્થા કરવાનો આરોપ હતો.
ઝડપી તપાસ કરતા પોલીસે 11 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી. પોલીસે ચાર્જશીટમાં 64 લોકોને સાક્ષી બનાવ્યા હતા. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવાને કારણે દરરોજ આ ઘટનાની સુનાવણી થઈ. ફેબ્રુઆરી મહિનામાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી. સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં પોલીસે 10 અન્ય લોકોને સાક્ષી બનાવ્યા હતા.
ટ્રાયલ દરમિયાન પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીઓની જુબાની લેવામાં આવી. બચાવ પક્ષે પણ 2 સાક્ષી કોર્ટમાં રજૂ કર્યા હતા. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તૌસીફ અને તેના મિત્ર રેહાનને હત્યા માટે દોષી ઠેરવ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube