ઝી બ્યુરો/નવી દિલ્હી: આ પ્રોજેક્ટને વર્ષ 1970માં મંજૂરી આપવામાં આવી હતી. તેને 9 વર્ષ રિલોકેટ કરાયો અને તેને બનાવવામાં 53 વર્ષ લાગ્યા હતા. આ બંધ બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બુધવારે આ ડેમનું ઉદ્ઘાટન કરશે. આ ડેમ શરૂ થતાં 125 ગામોની પાણીની સમસ્યાનો અંત આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી; આગામી 24 કલાક છે ખુબ જ ભારે!


જે ડેમને બનાવવામાં 53 વર્ષ લાગ્યા હતા તે આખરે આવતીકાલે એટલે કે 31 મે 2023ના રોજ શરૂ થશે. મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બુધવારે તેનું લોકાર્પણ કરશે. નિલવંડે ડેમના ઉદ્ઘાટન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટને લઈને લોકોની ઉત્સુકતા વધારે છે કારણ કે તેને પૂર્ણ થતા 53 વર્ષ લાગ્યા હતા. આ ડેમની મદદથી અહેમદનગરના છ સૂકા વિસ્તારોમાં પાણીની અછતને દૂર કરવામાં મદદ મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે નાશિકના સિન્નૌર અને અહમદનગર વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા જઈ રહેલા ડેમને બનાવવામાં આટલો લાંબો સમય લાગ્યો છે.


Godhra Teaser ગોધરાકાંડનું ભૂત ફરી ધૂણશે! ફિલ્મનું ધમાકેદાર ટિઝર રીલિઝ, જોઈ લો VIDEO


આ પ્રોજેક્ટને 1970માં મંજૂરી આપવામાં આવી હતી
આ પ્રોજેક્ટને વર્ષ 1970માં અહેમદનગરના મ્હલાદેવી ગામમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે રૂ. 7.9 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ડેમની હોલ્ડિંગ કેપેસિટી 11 TMC નક્કી કરવામાં આવી હતી. પ્રોજેક્ટને લગતી તમામ બાબતો ફાઇનલ હતી, પરંતુ ફાઈલ નવ વર્ષ સુધી બંધ રહી. વર્ષ 1979 માં પ્રોજેક્ટને મ્હાલાદેવી ગામથી નીલવંડે ખસેડવામાં આવ્યો હતો. ડેમની હોલ્ડિંગ ક્ષમતા 11 TMC થી ઘટીને 8.52 TMC થઈ હતી. હોલ્ડિંગ ક્ષમતા ઘટી, પરંતુ બજેટ વધ્યું.


વડોદરામા અંધશ્રદ્ધાનો કિસ્સો! કરોડિયાની મહોણી માતા મંદિરમાં બકરાના માથાની બલી ચઢાવાઈ


વિલંબ થતો રહ્યો, બિલ વધતું રહ્યું
નીલવંડે ડેમ પ્રોજેક્ટનું કામ શરૂ ન થયું. પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હતો અને પ્રોજેક્ટનું બજેટ સતત વધી રહ્યું હતું. લાંબી રાહ જોયા બાદ આ ડેમનું કામ વર્ષ 2014માં પૂર્ણ થયું હતું. પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 5177 કરોડ સુધી પહોંચ્યો હતો. એટલે કે જે કામ રૂ. 7.9 કરોડમાં થવાનું હતું, તે વિલંબના કારણે રૂ. 5169 કરોડથી વધીને રૂ. 5177 કરોડ થયું છે. ડેમનું કામ વર્ષ 2014માં પૂર્ણ થયું હતું, પરંતુ હજુ પણ કેનાલ નેટવર્કનું કામ પૂર્ણ થયું નથી. આ સમગ્ર પ્રોજેક્ટ ડેમ અને કેનાલ નેટવર્ક સાથે 182 કિમીમાં ફેલાયેલો છે.


Video: મુસલમાનો પર અત્યાચાર: ચીનમાં મસ્જિદ તોડવા ગયેલી પોલીસ અને લોકો વચ્ચે બબાલ


125 ગામોની સમસ્યાનો અંત આવશે
ડેમને બનતા 53 વર્ષનો સમય લાગ્યો હોવા છતાં આ ડેમથી અનેક ગામોની પાણીની સમસ્યા હલ થશે. 68, 000 હેક્ટર જમીનની સિંચાઈની સમસ્યાનો અંત આવશે. આ ડેમ શરૂ થવાથી નાશિક અને અહેમદનગર વચ્ચેના 125 ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે. નીલવંડે ડેમ પ્રોજેક્ટ દેશનો આવો પહેલો પ્રોજેક્ટ છે, જ્યાં નાના ડિસ્ટ્રીબ્યુટરીઝ માટે પાઇપ્ડ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, તેને ઉપયોગમાં લેવા માટે હજુ ત્રણ વર્ષ લાગશે.