નાસિક: કોઈના પ્રેમપ્રકરણ નો અંત આવો દુઃખદ હોય શકે, તેની કલ્પના પણ અશક્ય છે. નાસિકના પંચવટી પરિસરમાં નાનીના પ્રેમ પ્રકરણને કારણે પૌત્રી એ જીવ ગુમાવ્યો પડ્યો છે. તો તરફ તેની માતા જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. માત્ર નવ મહિનાની સિદ્ધિને નાનીના અનૈતિક સંબંધને કારણે આ દુનિયાથી વિદાય થઈ હતી. બે દિવસ પહેલા જ પંચવટીના કાલિકા પરિસરમાં સંગીતા દેવરે રહેવા આવી હતી. તેનો જલાલ ઉદીન ખાન સાથે અનૈતિક પ્રેમ સબંધ હતો. સંબંધોના વિવાદનો અંત આટલો દુઃખદ હશે તે કલ્પનાથી પણ પરે છે. ઝઘડાના આક્રોશમાં જલાલ એ સંગીતા, તેની પુત્રી પ્રીતિ શેગડે અને પૌત્રી સિદ્ધિને કેરોસીન ઝાંટી બાળી નાખ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિકોએ જણાવ્યું હતું કે શનિવારથી તેઓ આવ્યા છે ત્યારથી શું થયું છે, કોઈને કાંઈ જ ખબર નથી. અમે બધી મહિલાઓ બેઠી હતી ત્યારે કંઇ જ થયું ન હતું. થોડીવાર પછી બૂમાબૂમનો અવાજ આવ્યો એટલે અમે બધા ઉઠીને તે તરફ ગયા ત્યારે તે અહીં ભાગીને આવ્યા હતા. તેમના દરવાજાને કોઇ કડી લગાવવામાં આવી ન હતી. તેમના શરીર પર એટલી મોટી આગ હતી કે લપટો દરવાજા ઉપર સુધી આવી હતી. આથી અમે લોકોએ ગુણી અને બ્લેંકેટ નાખીને તે ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. 


સંગીતા અને પ્રીતિની હાલત નાજૂક છે તે બંને જણા 80% દાઝી ગયા છે. તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસ ઇન્સપેક્ટર મધુકર કડે જણાવ્યું હતું કે સવારે ચાર વાગ્યાના સુમારે તેઓ ઉપર કેરોસીન નાંખી બાળી નાખવાનો  પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બદનસીબે સિદ્ધિ નામની નવ મહિનાની બાળકીનું મૃત્યુ થયું છે. આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે 307 , 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પંચવટી પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.