CM Arvind Kejriwal નો દાવો ખોટો નીકળ્યો, NIOS એ કર્યો ખુલાસો, જાણો શું છે મામલો
National Institute of Open Schooling (NIOS): દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એક એવો દાવો કર્યો જેના પગલે NIOSનું આ નિવેદન આવ્યું છે. NOIS એ એક નિવેદનમાં કહ્યું કે જણાવવામાં આવે છે કે `દેશની પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ ગત વર્ષ ઓગસ્ટમાં શિક્ષણ મંત્રી દ્વારા અગાઉ લોન્ચ કરી દેવાઈ હતી`. જાણો અરવિંદ કેજરીવાલે શું કહ્યું હતું અને NIOSએ પોતાના નિવેદનમાં વધુ શું કહ્યું?
NIOS Statement: National Institute of Open Schooling (NIOS) એ બુધવારે કહ્યું કે દેશમાં સૌથી પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ દિલ્હી સરકારે નહીં પરંતુ ગત વર્ષે કેન્દ્રએ શરૂ કરી હતી. ભારતની પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ લોન્ચ થયાના દાવા મામલે કેટલાક મીડિયા રિપોર્ટ્સ સંદર્ભમાં NOIS એ એક નિવેદનમાં કહ્યું કે જણાવવામાં આવે છે કે 'દેશની પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ ગત વર્ષ ઓગસ્ટમાં શિક્ષણ મંત્રી દ્વારા અગાઉ લોન્ચ કરી દેવાઈ હતી'.
ખોટો નીકળ્યો દિલ્હીના સીએમનો દાવો
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે 31 ઓગસ્ટે દિલ્હીમાં દેશની પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કર્યાનો દાવો કર્યો હતો. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે શિક્ષણના ક્ષેત્રમાં ખુબ મોટી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. આજે દેશની પહેલી વર્ચ્યુલ સ્કૂલ દિલ્હીમાં શરૂ થઈ છે.
મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં કહ્યું કે બાબા સાહેબનું સપનું પૂરું કરવાનું છે, દેશના દરેક બાળક સુધી સારું શિક્ષણ પહોંચાડવાનું છે. દિલ્હીના ડિજિટલ સ્કૂલમાં નવમાં ધોરણ માટે પ્રવેશ શરૂ થઈ ગયો છે. આ વેબસાઈટDMVS.ac.in પર જઈને બાળકો એડમિશન લઈ શકે છે.
LPG Cylinder Price: ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
NIOS નું આ નિવેદન દિલ્હી વર્ચ્યુઅલ મોડલ સ્કૂલના શુભારંભ બાદ આવ્યું છે. જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે આ ભારતનું પહેલું આવું મંચ છે. નિવેદન મુજબ હાલમાં NIOS સાથે જોડાણ ધરાવતા 7000થી વધુ અભ્યાસ કેન્દ્ર છે જે સમર્પિત રીતે એકેડેમિક સહાયતા મેળવી રહ્યા છે અને 1500થી વધુ અભ્યાસ કેન્દ્ર એનઆઈઓએસ વર્ચ્યુઅલ ઓપન સ્કૂલના શિક્ષણાર્થીઓના કૌશલના આધારે વ્યવસાયિક પાઠ્યક્રમોમાં મદદ પ્રદાન કરી રહ્યા છે.
NIOS એ વધુમાં કહ્યું કે 'લાઈવ ઈન્ટરેક્ટિવ કક્ષાઓ સંચાલિત કરવામાં આવશે. આ અભ્યાસ કેન્દ્ર NIOS દ્વારા માન્યતા પ્રાપ્ત છે.' ઓપન સ્કૂલે કહ્યું કે 'એકેડેમિક વર્ષ 2021માં NIOS વર્ચ્યુઅલ ઓપન સ્કૂલના પહેલા સત્રમાં, વર્ચ્યુઅલ ઓપન સ્કૂલના દાયરામાં શિક્ષણાર્થીઓ દ્વારા 4.46 લાખ એસાઈન્મેન્ટ/ટીએમએ અપલોડ કરાયા હતા.'
NIOS જે પહેલા રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય (NOS) ના નામે ઓળખાતું હતું, તેની સ્થાપના નવેમ્બર 1989માં શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ એક સ્વાયત્ત સંગઠન તરીકે થઈ હતી. NIOS માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરો પર સામાન્ય અને શૈક્ષણિક પાઠ્યક્રમો ઉપરાંત અનેક વ્યવસાયિક, જીવન સંવર્ધન અને સમુદાય ઉત્થાન પાઠ્યક્રમ પ્રદાન કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube