નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને બેંક ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એક મોટા ઓપરેશનને પાર પાડતા ભાગેડુ વેપારી નીરવ મોદીના ખાસ સહયોગી સુભાષ શંકરને કાહિરાથી ભારત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈ તેને દેશભેગો કરવા માટે લાંબા સમયથી કામે લાગી હતી. અત્રે જણાવવાનું કે બેંક ફ્રોડ કેસના આરોપીઓમાંથી તે પણ એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ મોદીના નજીકના લોકો પર સકંજો કસાયો
બેંક સાથે થયેલા ફ્રોડ અને કૌભાંડ દરમિયાન સુભાષ શંકર, નીરવ મોદીની કંપનીમાં ડીજીએમ (ફાઈનાન્સ) ના પદે તૈનાત હતો. 2018માં ઈન્ટરપોલે પીએમબી કૌભાંડીની તપાસ કરી રહેલી સીબીઆઈની ભલામણ પર નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. 


શું છે મામલો?
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીના જે ખાસ માણસ સુભાષ શંકર પરબને સીબીઆઈ કાહિરાથી દેશ પરત લાવી છે તેને ખાસ વિમાનથી લાવવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડથી વધુના કૌભાંડમાં સુભાષ શંકર પણ આરોપી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube