નવી દિલ્હીઃ હીરા વ્યાપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીને 12,600 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યા બાદ આ મામલે દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. નવા અપડેટ પ્રમાણે નીરવ મોદીએ સીબીઆઈને ઈ-મેલ કર્યો છે. આ ઈમેલમાં નીરવ મોદીએ લખ્યું છે મારો વિદેશમાં બિઝનેસ છે તેથી તપાસમાં સહયોગ આપવો મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈના સત્તાવાર ઈમેલે નીરવ મોદીને એક મેલ કર્યો હતો જેમાં તપાસમાં સહયોગ આપવા વિશે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈને ઈ-મેલના માધ્યમથી નીરવ મોદીએ તપાસમાં સહયોગ કરવા માટે અસહમતી દર્શાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈ-મેલ દ્વારા પહેલા પણ થઈ વાતચીત
તમને જણાવી દઈએ કે થોડા દિવસે પહેલા નીરવ મોદીએ પીએનબી સાથે પણ ઈ-મેલ દ્વારા વાતચીત કરી હતી. ગત દિવસોમાં પીએનબીએ નીરવ મોદીને બાકી રહેલા નાણા ભરવા માટે કહ્યું હતું કે તમે સારી સ્કીમ લઈને આવો અને બાકી રહેલી રકમ ભરો. બેન્ક તરફથી જારી કરાયેલા ઈ-મેલમાં લખ્યું હતું કે તમે એક યોગ્ય અને લાગૂ કરી શકાય તેવી યોજના સાથે આવો. બેન્ક તરફતી આ વાત જે ઈમેલના જવાબમાં કહેવામાં આવી હતી જે નીરવ મોદીના કૌભાંડ ઉજાગર થયા બાદ આવ્યો હતો. 


1300 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો
હીરા વ્યાપારી નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોક્સી સંબંધિત પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં વધુ 1300 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો થયો છે. જે બાદ બેન્કને લાગેલા ચુનાની રમક વધીને 12,600 કરોડ રૂપિયા થઈ ગઈ છે.