નવી દિલ્હી :નિર્ભયા (Nirbhaya case) ના તમામ આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. પહેલા અક્ષય, મુકેશ જેલ નંબર 2માં હતા અને પવનને મંડોલી જેલથી તિહારની જેલ નંબર 2માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કે, વિનય જેલ નંબર 4માં હતો. હવે ચારેય આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફાંસી (Death sentence) નો રૂમ પણ છે. સંસદ ભવન પર હુમલો કરનાર આરોપી અફઝલ ગુરુને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને બાદમાં તેને ફાંસી લગાવાઈ હતી. હકીકતમાં, તિહાર જેલ (Tihar jail) માં માત્ર બેરક નંબર 3માં જ ફાંસીનો રૂમ છે. તેથી જે આરોપીઓને ફાંસી લાગવાની હોય છે, તેઓને આ બેરેકમાં શિફ્ટ કરવામાં આવે છે. 


ભારતના 6 દુશ્મનોનું હિટ લિસ્ટ થઈ ગયું છે તૈયાર, ગણાઈ રહી છે તેમના મોતની ઘડી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે, નિર્ભયાના આરોપી 22 જાન્યુઆરીના રોજ લાગનારી ફાંસી ટાળવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યાં છે. કાયદાકીય દાવપેચ અપનાવી રહ્યાં છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે નિર્ભયાના આરોપી મુકેશની અરજી પર સુનવણી થઈ હતી. સુનવણી દરમિયાન કોર્ટે તિહાર જેલના મેનેજમેન્ટને રિપોર્ટ આપવાનો કહ્યું હતું. જોકે, કોર્ટે ફાંસીની તારીખ પર હજી સુધી પ્રતિબંધ મૂક્યો નથી. પરંતુ કોર્ટે કહ્યું કે, દયા અરીજ નકારી કઢાયા બાદ 14 દિવસનો સમય આરોપીઓને આપવામાં આવે છે. કોર્ટ આજે ફરીથી આ મામલાની સુનવણી કરશે.


દેશની બીજી તેજસ એક્સપ્રેસ આજથી અમદાવાદના પાટ પર દોડશે, રેલવે મંત્રી બતાવશે લીલીઝંડી


તો બીજી તરફ, નિર્ભયાની માતાએ કોર્ટને જલ્દી જ ન્યાયની અપીલ કરી છે. નિર્ભયાના માતાએ કહ્યું કે, મને ક્યાંયથી જવાબ મળી રહ્યો નથી. 7 વર્ષ થઈ ગયા. રાષ્ટ્રપતિ અને સરકારને મારી અપીલ છે કે, મર્સી અરજી નકારી કાઢે. સરકારની પાસે હું દોડી દોડીને થાકી ગઈ છું, તેમ છતાં કોર્ટની વાત કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...