નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર કેસના ચારેય દોષીતોમાંથી એક વિનય શર્માએ ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની માગ કરી છે. આ સંબંધમાં એક દોષીના વકીલ એપી સિંહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સમક્ષ અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે દિલ્હીની એક કોર્ટે ચારેય દોષીતોને 20 માર્ચે ફાંસી પર ચઢાવવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે આ પહેલા દોષી પવન ગુપ્તાએ પણ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખલ કરી ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની માગ કરી હતી. ત્યારબાદ તેની અરજી નકારી દેવામાં આવી હતી. 


શું છે નિર્ભયા બળાત્કાર કેસ?
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર, 2012ની રાત્રે 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થીની નિર્ભયાની સાથે ચાલતી બસમાં સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પીડિતાને સારવાર માટે સરકાર સિંગાપુર લઈ ગઈ, જ્યાં તેનું મોત થયું હતું. 


બળાત્કારની આ ભયાનક ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ ઘટનાની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ થઈ હતી. તો નિર્ભયાના એક દોષી રામ સિંહે કેસની સુનાવણી દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...