નવી દિલ્હીઃ નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર પ્રતિબંધના નિર્ણય વિરુદ્ધ તિહાડ પ્રશાસન અને ગૃહમંત્રાલયની અરજી પર હિલ્દી હાઈકોર્ટમાં શનિવારે સુનાવણી થઈ હતી. કોર્ટે સુનાવણી દરમિયાન જેલ પ્રશાસન અને ચારેય ગુનેગારોને નોટિસ ફટકારી છે. અરજી પર રવિવારે બપોરે સુનાવણી થશે. આ પહેલા ગૃહ મંત્રાલય તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે, ગુનેગારોએ જે પ્રકારે ફાંસીને રોકવાના ઉપાયો અજમાવી રહ્યાં છે અને જો આમ પ્રક્રિયા ચાલતી રહી તો આ કેસનો ક્યારેય અંત થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, પટિયાલા હાઉસ કોર્ટે આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સવારે થનારી ફાંસી પર શુક્રવારે પ્રતિબંધ લગાવી દીધો હતો જેની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તિહાડ પ્રશાસને અરજીમાં માગ કરી કે ગુનેગારોને ઝડપી ફાંસી આપવાનો આદેશ આપવામાં આવે. 


બીજીતરફ સોલિસિટર જનરલ મેહતાએ કહ્યું કે, ચારેય ગુનેગારો કાયદાકીય પ્રક્રિયાનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. તે એક બાદ એક કાયદાનો સહારો લઈ રહ્યાં છે જેથી આ જધન્ય ગુનાની તેને સજા ન મળે. 


તેમણે કહ્યું, 'કાલે એક અરજી આપીને ફાંસી ટાળવામાં આવી. અરજીમાં આપવામાં આવેલા કારણ ન્યાયિક તપાસથી ન પસાર થઈ શકે. તેને એક એવો ગુનાના રૂપમાં જોવામાં આવશે જેમાં ગુનેગારોએ કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ કર્યો હોય.'


ઉલ્લેખનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે ચારેયની ફાંસી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ગુનેગારોને આજે ફાંસી આપવાની હતી. જેલના નિયમો અનુસાર, આવા કોઈ મામલામાં જ્યાં એકથી વધુ ગુનેગારોને મોતની સજા આપવામાં આવી, કોઈપણ દોષીને ત્યાં સુધી ફાંસી ન થઈ જશે જ્યાં સુધી તેના તમામ કાયદાકીય વિકલ્પ પૂરા ન થાય.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...