nirbhaya case: ફાંસીની વિરુદ્ધ વધુ એક ગુનેગાર પહોંચ્યો SC, દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય આરોપી વિરુદ્ધ ડેથ વોરંટ જારી કર્યું હતું. હવે તેમાંથી બે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના આરોપી વિનય કુમાર શર્મા બાદ વધુ એક આરોપી મુકેશ સિંહે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. મુકેશ સિંહના વકીલે ગુરૂવારે સાંજે આ અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે આ પહેલા ગુરૂવારે સવારે વિનયે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. નિર્ભયા કેસના ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે. પરંતુ ગુનેગારોનો પ્રયત્ન છે કે આ ફાંસીને સજામાં વધુ સમય લાગે.
નિર્ભયા કેસના ચારેય ગુનેગારોને ફાંસી પર લટકાવવાની તારીખ નક્કી થઈ ચુકી છે. ગુનેગાર ઈચ્છે છે કે તેને આપવામાં આવેલી ફાંસીની તારીખ ટાળવામાં આવે. ગુનેગાર મુકેશ સિંહ અને વિનય કુમાર શર્મા તરફથી ગુરૂવારે આ સિલસિલામાં અરજી દાખલ કરવામાં આવી છે.
4 દોષીઓમાંથી 2 લોકોએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. દોષી વિનયે પોતાની અરજીમાં વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટ તે વાત પર ધ્યાન આપે કે ગુનો કરવા સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. તેવામાં સામાજિક આર્થિક પૃષ્ટભૂમિને જોતા મામલાની ગંભીરતા ઓછી કરવાના ફેક્ટરના રૂપમાં લેવામાં આવે.
તો વિનયે પોતાની અરજીમાં દલીલ આપી છે કે સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યા સાથે જોડાયેલા 17 અન્ય મામલામાં મોતની સજાને આજીવન કેદમાં બદલી છે, જેમાં માઇનોર પણ સામેલ છે. તેવામાં દોષી વિનયને રાહત આપવી જોઈએ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube