નવી દિલ્હીઃ Nirbhaya Case: નિર્ભયાના દોષીતોને જલદી ફાંસી આપવાની માગને લઈને કેન્દ્ર સરકારની અરજી પર દિલ્હી હાઈકોર્ટેમાં બંન્ને પક્ષના વકીલોએ દલીલો કરી હતી. બંન્ને પક્ષોની દદીલો સાંભળ્યા બાદ કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા કોર્ટમાં કેન્દ્રનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, દોષીતો તરફથી જાણી જોઈને મોડું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ન્યાય હિતમાં ફાંસી આપવામાં વાર લાગવી ન જોઈએ. દોષીતોને જલદીમાં જલદી ફાંસી આપવી જોઈએ. 


કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં તમામ દોષીતોની કાયદાકીય રાહતના વિકલ્પના સ્ટેટ્સનો ચાર્ટ સોંપ્યો હતો. તુષાર મેહતાએ કોર્ટમાં કહ્યું કે, દોષીતોના વલણથી સ્પષ્ટ છે કે તે કાયદાનો દુરૂપયોગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જેની દયા અરજી રદ્દ થઈ ગઈ છે તેને જલદી ફાંસી આપવામાં આવે. 


સોલિસિટર જનરલે મામલાની સિાવણી દરમિયાન કહ્યું કે, પવન ગુપ્તા એક સાથે બે અધિકારોનો ઉપયોગ કરી રહ્યો છે. 2017માં દોષી પવને 225 દિવસ બાદ રિવ્યૂ અરજી દાખલ કરી હતી. ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજી અત્યાર સુધી દાખલ કરવામાં આવી નથી. જો પવન દયા અરજી દાખલ કરવા વિશે વિચારતો નથી તો કોઈપણ દોષીને સજા આપી શકાતી નથી. 


કેન્દ્રએ પોતાની દલીલમાં કહ્યું કે, જો એક દોષી 90 દિવસની અંદર અરજી દાખલ કરતો નથી, તો તેને ફાંસી આપવામાં અધિકારીઓને કોઈ રોકી શકતું નથી. 


સુબ્રમણ્યમ સ્વામીની ભવિષ્યવાણી, દિલ્હીમાં 41+ સીટો જીતશે ભાજપ


ન્યાય વ્યવસ્થાની ઉડાવવામાં આવી રહી છે મજાક
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ શરૂ કરતા પહેલા નિર્ભયાકાંડ સાથે જોડાયેલો ઘટનાક્રમનો એક ચાર્ટ રજૂ કર્યો હતો. તુષાર મેહતાએ તે જણાવ્યું કે, ક્યા-ક્યા દોષીની અરજી બાકી છે. તેમણે કોર્ટમાં કહ્યું કે, દોષીઓ દ્વારા અરજી મોડી દાખલ કરી ન્યાય વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી રહી છે. 


તુષાર મેહતાએ કહ્યું કે, દોષી મુકેશની દયા અરજી રદ્દ થયા બાદ મુકેશે રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે. ત્યાંથી તેને રાહત મળી નથી. અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે પેન્ડિંગ છે. દોષી મામલાને લાંબો ખેંચવા ઈચ્છી રહ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...