Nirbhaya case: કોર્ટના ચુકાદા બાદ બોલ્યા નિર્ભયાના માતા- મારી પુત્રીને મળ્યો ન્યાય
આ ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસી આપવામાં આવશે. નિર્ભયાના માતા-પિતાને આશરે સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે.
નવી દિલ્હીઃ 2012 Delhi Nirbhaya case: નિર્ભયા મામલામાં કોર્ટ દ્વારા ચુકાદો આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, મારી પુત્રીને આજે ન્યાય મળ્યો છે. તો ડેથ વોરટ અરજી પર કોર્ટમાં સુનાવણી દરમિયાન એક એવી પણ ક્ષણ આવી જ્યારે દોષીના માતા રોવા લાગ્યા હતા. નિર્ણયાના માતાએ કહ્યું, અમે તો વર્ષોથી રડી રહ્યાં છીએ. આ પહેલા નિર્ભયાના વકીલોએ ડેથ વોટંર જારી કરવાની માગ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ 14 દિવસનો સમય હોય છે, ત્યાં સુધી દોષી ઈચ્છે તો કાયદાકીય મદદ લઈ શકે છે. મહત્વનું છે કે આજે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના ચારેય ગુનેગારો વિરુદ્ધ ડેથ વોરંટ જારી કર્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube