નવી દિલ્હી: નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 'દોષીઓ તરફથી આજે કોઇ અપીલ અથવા અરજી પેન્ડીંગ નથી. ફક્ત વિનયની દયા અરજી પેન્ડીંગ છે. બાકી દોષીઓની અરજી પેન્ડીંગ નથી. વિનયની દયા અરજીની રાહ જોઇ શકાય છે, એટલા માટે બાકી ત્રણ દોષીઓને સજા આપી શકે છે. આ કોઇ કાનૂન અથવા નિયમના વિરૂદ્ધ નથી. સુનાવણી દરમિયાન વકીલોની વચ્ચે ચર્ચા થઇ ગઇ, જેના પર જજે નારાજગી વ્યક્ત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ ત્રણેય દોષીઓના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે જેલ મેન્યુઅલ એમ કહે છે કે જો કોઇ એક દોષીની પણ અરજી પેન્ડીંગ હોય તો બાકીનાને ફાંસી ન આપવામાં આવે. દોષીના વકીલ એસપી સિંહે કહ્યું કે વિનયની દયા અરજી પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર દયા અરજી નકારી કાઢ્યા બાદ 14 દિવસ આપવામાં આવશે. એટલા માટે કોઇને પણ ફાંસીની સજા ન આપી શકાય. એટલા માટે નવી તારીખો નક્કી કરવામાં આવે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube