નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં ચારેય દોષીઓ વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ સાથે હવે દોષી ફાંસીના માચડે લટકવાની નજીક પહોંચી ગયા છે. પરંતુ તેની પાસે કેટલાક કાયદાકીય વિકલ્પ હજુ બચ્યા છે. જો દોષી તેનો ઉપયોગ ન કરે તો તેને 22 જાન્યુઆરીએ ફાંસી આપી દેવામાં આવશે, પરંતુ જો તે મર્સી પિટિશન દાખલ કરે છો તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી ડેથ વોરંટ હોલ્ડ પર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદાકીય જાણકાર જણાવે છે કે ડેથ વોરંટ જારી થયા બાદ મર્સી પિટિશન અને રિટનો અધિકાર યથાવત છે. કાયદાના જાણકાર જ્ઞાનંત સિંહે જણાવ્યું કે, ડેથ વોરંટ જારી થયા બાદ ગુનેગાર ઈચ્છે તો મર્સી પિટિશન દાખલ કરી શકે છે. હકીકતમાં આ મામલામાં તમામ ગુનેગારોએ અત્યાર સુધી મર્સી પિટિશન દાખલ કરી નથી, તેથી તે ઈચ્છે તો આ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. 


Nirbhaya case: કોર્ટના ચુકાદા બાદ બોલ્યા નિર્ભયાના માતા- મારી પુત્રીને મળ્યો ન્યાય  


ક્યૂરેટિવ પિટિશનનો માર્ગ બંધ!
મર્સી પિટિશન દાખલ કરવાની કોઈ સમયમર્યાદા નથી. આ મામલામાં હવે ક્યૂરેટિવ પિટિશનનો રસ્તો બંધ થતો દેખાઈ રહ્યો છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટના નિયમ અને ઓર્ડર મુજબ જોગવાઈ છે કે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા દરમિયાન અરજીમાં જણાવવાનું હોય છે કે કારણ કે તેના ગ્રાઉન્ડને રિવ્યૂ પિટિશન પર ઇન ચેમ્બર વિચાર દરમિયાન ન જોવામાં આવ્યું હોય તેમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી શકાય છે.


પંરતુ હાલના મામલામાં રિવ્યૂ પિટિશન ઓપન કોર્ટમાં સાંભળવામાં આવી અને પછી તેને નકારી દેવામાં આવી છે, તેવામાં ક્યૂરેટિવ પિટિશન થઈ શકે નહીં. સાથે ક્યૂરેટિવ પિટિશનમાં સીનિયર વકીલના રેફરન્સ જોઈએ. પરંતુ દોષીઓના વકીલ એપી સિંહે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે. સાથે કોઈપણ ગુનેગાર માનવાધિકારના નામ પર ગમે ત્યારે રિટ દાખલ કરી શકે છે પરંતુ હવે કોર્ટમાં કેસના મેરિટ પર કોઈ અરજી દાખલ ન થઈ શકે. 


ગુનેગારને કેવી રીતે આપવામાં આવે છે ફાંસી, કઈ વસ્તુનું રાખવામાં આવે છે ધ્યાન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા   


આ રીતે હોલ્ડ પર જઈ શકે છે ડેથ વોરંટ
દિલ્હી હાઈકોર્ટના વકીલ નવીન શર્મા જણાવે છે કે મામલામાં હવે કોઈપણ કોર્ટમાં અરજી પેન્ટિંગ નથી તેવામાં નિચલી કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું છે. જો આ દરમિયાન ગુનેગારે મર્સી પિટિશન દાખલ કરી તો ડેથ વોરંટ હોલ્ડ પર જઈ શકે છે. મોહમ્મદ અફઝલના મામલામાં પણ આમ થયું હતું. ગુનેગારના નામ પર ડેથ વોરંટ જારી થયું હતું, પરંતુ બાદમાં તેના તરફથી મર્સી પિટિશન દાખલ કરવામાં આવી અને ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મર્સી પિટિશન દાખલ કરવા માટે ન તો સમય મર્યાદા છે ન રાષ્ટ્રપતિની સામે તેનો નિકાલ કરવાની કોઈ સમયસીમા છે. હાલના મામલામાં ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે, તેવામાં જો ગુનેગાર દયા અરજી દાખલ ન કરે તો તેનું ફાંસી પર લટકવું નક્કી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....