નવી દિલ્હી :નિર્ભયા કેસ (Nirbhaya case) માં ફાંસીની સજા મેળવનાર આરોપી મુકેશ સિંહ (Mukesh Singh)ની દયા અરજી (Mercy Petition) ગૃહ મંત્રાલયે (Home Ministry) રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી નકારવાની અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુકેશની અરજીને નકારી કાઢી હતી. આ મામલામાં મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી અદાલતને ડેથ વોરન્ટને નકારવાની માંગ કરી હતી. 


ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેકમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયાધીશ મનમોહન અને સંગીતા ઢીંગરા સહગલની અધ્યક્ષતાવાળી અદાલતની એક બેન્ચે અરજી કરનાર મુકેશના વકીલને ટ્રાયલ કોર્ટના દરવાજા ખખડાવવા અને ટ્રાયલ કોર્ટને 7 જાન્યુઆરીના આદેશ બાદ હાલમાં જ થયેલા નવા ઘટનાક્રમથી સજાગ રહેવાનું કહ્યું. બેન્ચે કહ્યું કે, દયા અરજી લંબિત થવા અંગે ટ્રાયલ કોર્ટમાં જણાવો. મુકેશ તરફથી હાજર થયેલા વકીલ રેબેકા જ્હોન અને વૃંદા ગ્રોવરે કહ્યું કે, તેઓ બહુ જલ્દી જ પટિયાલા હાઉસ કોર્ટના દરવાજા ખખડાવશે.


ભારતના 6 દુશ્મનોનું હિટ લિસ્ટ થઈ ગયું છે તૈયાર, ગણાઈ રહી છે તેમના મોતની ઘડી


ક્યુરેટિવ અરજી પણ નકારાઈ છે
સુપ્રિમ કોર્ટે મંગળવારે (14 જાન્યુઆરી)ના રોજ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપી વિનય કુમાર અને મુકેશ દ્વારા દાખલ કરાયેલી ક્યુરેટિવ અરજીને પણ નકારી કાઢી હતી. આ આરોપીઓએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા પર સવાલ ઉઠાવતા અરજીઓ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા બાદ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે તેને યથાવત રાખી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...