નિર્ભયાના ગુનેગારોને ફાંસી, જાણો શું છે ફાંસીની સજાની જોગવાઈ અને અપીલની પ્રક્રિયા
નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gang Rape)ના દોષીઓ વિરુદ્ધ કોર્ટે સજાનું એલાન કરી દીધું છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gang Rape)ના દોષીઓ વિરુદ્ધ કોર્ટે સજાની જાહેરાત કરી દીધી છે. ગેંગરેપના ચારેય દોષીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસીની સજા આપવામાં આવશે. આ ફાંસી તિહાડ જેલમાં આપવામાં આવશે. દોષી અક્ષય, મુકેશ, પવન અને વિનયને 22 જાન્યુઆરીએ ફાંસીના માચડે લટકાવવામાં આવશે.
મહત્વનું છે કે ફાંસીની સજા દેશની કાયદાકીય જોગવાઈઓમાં દુર્લભ છે. ભારતમાં સૌથી દુર્લભ મામલામાં (રેયરેસ્ટ ઓફ ધ રેયર) મોતની સજા આપવામાં આવે છે. કોર્ટેમાં જ્યારે કેસની સુનાવણી થાય છે, ત્યારથી જજે નિર્ણયમાં તે લખવું પડે છે કે મામલાને દુર્લભ કેમ માનવામાં આવી રહ્યો છે.
કોઈપણ ગુનેગારને મોતની સજા ત્યારે મળી શકે છે જ્યારે સેશન કોર્ટ પણ તે મામલાને 'ધ રેયરેસ્ટ ઓફ ધ રેયર' માને અને ત્યારબાદ હાઈકોર્ટ પણ મામલાને તે માનીને સજા આપે. કારણ કે આ સજાનો આધાર ત્યારે નક્કી થાય છે જ્યારે દોષી કે ગુનેગારનો ગુનો ક્રુર કે જધન્ય ગુનો હોય અને તે દુર્લભ શ્રેણીમાં આવતો હોય.
સેશન કોર્ટમાં જ્યારે ફાંસીની સજા સંભળાવામાં આવી તો તે સમયે ગુનેગાર વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાને રિફ્રેન્સ કહે છે. રિફ્રેન્શન દરમિયાન જજ તમામ પૂરાવાને ફરી જુએ છે. જો બંન્ને જજ માને છે કે આ એક એવો ગુનો છે, જે માટે ફાંસી સિવાય બીજી કોઈ સજા યોગ્ય નથી. ત્યારે મોતની સજા સંભળાવવામાં આવે છે. આ સ્થિતિમાં આરોપી સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે.
Breaking: નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ આપવામાં આવશે ફાંસી
રાષ્ટ્રપતિ મોતની સજાને માફ કરી શકે છે. સાથે જે રાજ્યની કોર્ટે જે ગુનેગાર કે દોષીને મોતની સજા સંભળાવી છે ત્યાંના રાજ્યપાલની પાસે પણ માફી આપવાનો કાયદાકીય અધિકાર હોય છે. સાથે દેશના કાયદા પ્રમાણે ફાંસીની સજા તે વ્યક્તિને આપી શકાય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફિટ હોય.
જે માનસિક રૂપે સ્વસ્થ નથી તેને મોતની સજા આપવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે જે વ્યક્તિનું મગજ સામાન્ય નથી તેને મોતની સજા આપવી ક્રૂરતા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube