ઝી મીડિયા/બ્યૂરો :નિર્ભયા ગેંગરેપ અને મર્ડર (Nirbhaya Case) નો દોષિતોની વિરુદ્ધ નવુ ડેથ વોરન્ટ જાહેર નહિ થાય. પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) શુક્રવારે તિહાર જેલની અરજી નકારી કાઢી છે. ચારેય દોષિતોને ફાંસી એકસાથે અપાય કે પછી અલગ અલગ અપાય, તેના પર સુપ્રિમ કોર્ટમાં 11 ફેબ્રુઆરીના રોજ સુનવણી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે રાશન કાર્ડ મામલે મોટો નિર્ણય લીધો, 1 જૂનથી આખા દેશમાં થઈ જશે લાગુ 


સરકારી વકીલ ઈરફાન અહેમદ તિહાર જેલ મેનેજમેન્ટ તરફથી દિલ્હીની અદાલતમાં હાજર થયા હતા. તેમણે અદાલતમાં હાઈકોર્ટના હાલના આદેશ વિશે માહિતગાર કરાયા, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દોષિતોને 7 દિવસમાં તેમના લંબિત કાયદાકીય ઉપાયોને નાબૂદ કરવા જરૂરી છે. 


વકીલે કહ્યું કે, ત્રણ દયા અરજી અત્યાર સુધી નકારી કાઢવામા આવી છે અને કોઈ પણ દોષિતનું કોઈ પણ આવેદન કોઈ પણ અદાલતમાં નથી. જોકે, ગુનેગાર પવનની પાસે દયા અરજીનો વિકલ્પ બચ્યો છે અને તેણે અત્યાર સુધી ક્યુરેટિવ પિટીશન દાખલ કરી નથી. ઈરફાને ફાંસીની નવી તારીખ આપવાની માંગ કરી છે. 


આવતીકાલે દિલ્હીમાં ચૂંટણી, પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ 545 સંવેદનશીલ પોલિંગ બૂથ


દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દલીલોના નિષ્કર્ષ બાદ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ફાંસીની નવી તારીખ જાહેર કરવાની માંગ કરી હતી.


નિર્ભયા કેસના તમામ દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની કેન્દ્રની અરજી પર આગામી સુનવણી 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યે થશે. આજે સુપ્રિમ કોર્ટે દોષિતોને નોટિસ જાહેર નથી કરી. આ પહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દોષિતોના સ્ટેટસ વિશે સુપ્રિમ કોર્ટને જણાવ્યું. મુકેશ, અક્ષય, વિનય શર્માની દયા અરજી નકારી કાઢવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...