નવી દિલ્હી : દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપના ચારેય ગુનેગારોને તિહાર જેલમાં એકસાથે ફાંસી આપવામાં આવે એવી હિલચાલ ચાલી રહી હોવાના સમાચાર મળ્યા છે. જેલમાં અત્યાર સુધી ફાંસી માટે એક જ માંચડો હતો પરંતુ હવે તેની સંખ્યા વધારીને ચાર કરી દેવામાં આવી છે. પીડબ્લ્યુડીએ સોમવારે ત્રણ નવા માંચડા બનાવવાનું કામ પૂર્ણ કર્યું હતું. ફાંસીના ત્રણ નવા હેંગર પણ જેલ નંબર-3માં તૈયાર કરાયા છે. હવે તિહાડ દેશની પ્રથમ આવી જેલ બની ગઇ છે જ્યાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તાના મામલે સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ


તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કામ પૂર્ણ કરવા માટે જેલમાં જેસીબી મશીન પણ લાવવામાં આવ્યું હતું. કેમકે ત્રણ નવા ફાંસીના માંચડા સાથે એની જોડાયેલી ટનલ પણ બનાવવી પડે છે. આ ટનલના માધ્યમથી ફાંસી બાદ મૃત કેદીને બહાર કાઢવામાં આવે છે. ત્રણ નવા ફાંસીના માંચડાની સાથે જ જૂના માંચડામાં ફેરફાર પણ કરાયા છે. જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, ફાંસીના ત્રણેય માંચડા નિર્ભયા ગેંગરેપના ચાર ગુનેગારોને એક સાથે ફાંસી આપવા માટે તૈયાર કરાયા છે. આ ચારેયના કેસની સ્ટેટસ રિપોર્ટ જેલ તંત્ર કોર્ટને આપશે. કોર્ટ 6 જાન્યુઆરીએ ખુલશે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેથ વોરંટ ઈશ્યૂ થતા ગુનેગારોની ફાંસીની સજા બજાવાશે.


રાવણના ભાઈને કારણે હનુમાનજીને મળ્યું હતું પંચમુખી સ્વરૂપ, રહસ્યથી ભરેલી છે આખી વાત


નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape case) ના દોષિતો પર તિહાડ જેલમાં 24 કલાક ચુસ્ત નિગરાણી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ચારેય દોષિતો ખુબ હેરાન પરેશાન છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા 6 મહિનાથી નિર્ભયા કેસના તમામ 4 દોષિતો પાસે કોઈ કામ કરાવવામાં આવી રહ્યું નથી. દોષિતો મીડિયામાં ચાલી રહેલા સતત ફાંસીના અહેવાલોથી પરેશાન છે. આ ચારેય પર સીસીટીવી (CCTV) અને સ્ટાફ દ્વારા 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. સમય સમય પર તેમનું મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....